Patan News: અમેરિકાથી સપરિવાર હકાલપટ્ટી પામેલા કેતુલ પટેલ નસીબના કાઠા છે. પહેલા ધંધામાં નુકસાનના લીધે ઘર વેચવું પડ્યુ અને હવે અમેરિકાથી ગયાને માંડ થોડા મહિના પણ થયા અને ત્યાંથી પણ હકાલપટ્ટી થઈ. કેતુલ મૂળ પાટણના છે, પરંતુ 25 વર્ષ પહેલાં તે હીરાના વ્યવસાય માટે તેના પરિવાર સાથે સુરત સ્થાયી થયા હતા, પરંતુ ધંધામાં નુકસાનને કારણે, તેણે પોતાનું ઘર વેચી દીધું અને એક એજન્ટ દ્વારા ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા હતા.
આજે જ્યારે તેમની અને તેમના પુત્રના પરિવારની અમેરિકાથી હકાલપટ્ટી કરવામાં આવી છે, ત્યારે પાટણમાં રહેતા તેમના માતા-પિતાનું એમ જ કહેવું છે, ‘તેઓ સુરક્ષિત પાછા ફરે.’ કેતુલની માતા હીરાબેન પટેલે કહ્યું કે અમને ચિંતા છે, પણ ભગવાનને જે લાગે તે યોગ્ય છે. અમારા માટે ફક્ત એક જ વાત મહત્વપૂર્ણ છે કે તેઓ સુરક્ષિત રીતે ઘરે પાછા ફરે.
અમે ખેતર વેચી દીધું હતું અને તેમા આવેલા રૂપિયાથી બે દીકરાને ઘર આપી દીધું હતું. તેણે ઘરનો પોતાનો હિસ્સો વેચી દીધો અને ચાલ્યો ગયો, અમને ખબર નથી કે તેણે ઘર કેટલામાં વેચ્યું. તે છેલ્લા પાંચ થી છ મહિનાથી અમેરિકામાં હતો. પહેલા તે સુરતમાં હીરાના વ્યવસાયમાં કામ કરતો હતો. પરંતુ જ્યારે હીરા બજાર મંદીમાં હતું, ત્યારે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે પોતાનું ગુજરાન ચલાવવા અમેરિકા ગયા.
ટીવી પર જોયા પછી, અમને ખબર પડી કે ટ્રમ્પ બધાને પાછા મોકલી રહ્યા છે, તેથી અમે પણ વિચાર્યું કે અમારો પુત્ર પણ આમાં હશે. સરકાર મદદ કરે તો સારું રહેશે. તેણે લગભગ 50 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. અહીંથી ગયા પછી મેં મારા દીકરા સાથે વાત કરી નથી. હવે જ્યારે અમારો દીકરો પાછો આવશે, ત્યારે અમે બંને અહીં ખુશીથી સાથે રહીશું.
કેતુલના પિતા બાબુભાઈ પટેલે જણાવ્યું કે તે છેલ્લા 25 વર્ષથી સુરતમાં હીરા ઉદ્યોગમાં કામ કરે છે. જ્યારે હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો હતો, ત્યારે તેમના પુત્રએ પોતાનું ઘર વેચી દીધું અને એક એજન્ટ દ્વારા પરિવાર સાથે અમેરિકા ગયો. ગઈકાલે જ્યારે મેં ટીવી પર સમાચાર જોયા, ત્યારે મને ખબર પડી કે કેટલાક ભારતીયો અમેરિકાથી પાછા આવી રહ્યા છે, તેથી મેં વિચાર્યું કે આ કેસ હશે. આજે જ્યારે હું અહીં આવ્યો ત્યારે મને ખબર પડી કે મારા પરિવારના સભ્યો પણ અહીં પાછા આવ્યા છે.
આ પણ વાંચો: ભારતીય નાગરિકોને બેડીઓ અને હાથકડીમાં અમેરિકાથી પાછા મોકલવામાં આવ્યા? પરત આવેલા વ્યક્તિએ દાવો કર્યો હતો
આ પણ વાંચો: ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ગુજરાતીઓની ઘર વાપસી
