Gandhinagar News/ B.R. Ambedkarનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે: CM ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રીએ આ અવસરે ઉપસ્થિત મેદનીને સંબોધન કરતા કહ્યું કે, ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Bhimrao Ambedkar)ના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ઘડવામાં આવ્યું અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ 75મું વર્ષ છે. એટલે આ વર્ષની આંબેડકર જ્યંતિ ખાસ અવસર છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Bhimrao Ambedkar)ની 134 મી જન્મ જ્યંતિએ ભાવાંજલી આપતાં સ્પષ્ટ પણે જણાવ્યુકે, બાબાસાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ, વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે તે ડૉ. બાબાસાહેબના જીવનમાંથી શીખવા મળે છે. ભારત રત્ન (Bharat Ratna) ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજ્યંતિએ ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કરવાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુ બહેન બાબરિયા પણ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીએ આ અવસરે ઉપસ્થિત મેદનીને સંબોધન કરતા કહ્યું કે, ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Bhimrao Ambedkar)ના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ઘડવામાં આવ્યું અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો તેનું પણ આ 75મું વર્ષ છે. એટલે આ વર્ષની આંબેડકર જ્યંતિ ખાસ અવસર છે.

તેમણે ઉમેર્યું કે, બાબા સાહેબે સમગ્ર સમાજ માટે સમાનતા, ન્યાય અને આધુનિકતાના આધારે ભારતનું બંધારણ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે તારીખ 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી સમગ્ર રાજ્યમાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર (Bhimrao Ambedkar) સન્માન અભિયાન ચલાવવાનું છે તેની પણ ભૂમિકા આપી હતી. બાબા સાહેબ હંમેશા માનતા હતા કે સામાજિક ન્યાય વગર માનવતાની કલ્પના અધૂરી છે. શિક્ષણ, સંઘર્ષ અને સંગઠન એ ત્રણેય જરૂરી છે. એવો તેમનો સ્પષ્ટ મત હતો એમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ હતું.

ડૉ. બાબાસાહેબે (Bhimrao Ambedkar) જીવવા માટે આપણી પાસે વિચારવાની, વર્તનની અને વિશ્વાસ રાખવાની સ્વતંત્રતા હોવી જોઇએ તેવા વ્યક્ત કરેલા વિચારોનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને જીવનમાં ઉતારીને સામાજિક સમાનતા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પનાના વિકસીત ભારત@2047 માટે સતત પ્રયત્નશીલ રહેવા સૌને પ્રતિબધ્ધ થવાનું આહવાન આ અવસરે કર્યું હતું. મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષએ વિધાનસભાના પોડિયમમાં ડૉ. બાબાસાહેબ આંબેકડર (Bhimrao Ambedkar)ના તૈલચિત્ર સમક્ષ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, શહેર પ્રમુખ રૂચિર ભટ્ટ, ગુડાના પૂર્વ અધ્યક્ષ આશિષ દવે અને પદાધિકારીઓ તથા અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બંધારણના નિર્માણમાં બ્રાહ્મણોનું મહત્વનું યોગદાન, આંબેડકરે બી.એન.રાવના કર્યા હતા વખાણ

આ પણ વાંચો:કમલમ ખાતે “ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન” અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ

આ પણ વાંચો:વાદળી રંગ અને આંબેડકર વચ્ચે છે કયો સંબંધ?