Not Set/ પતંગોત્સવ 2020 / કપાયું અમદાવાદનું પત્તું, હવે ઉજવાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોની ખાતે

પતંગ રસિયો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. દર વર્ષે અમદાવાદ ખાતે ઉજવાતો પતંગોત્સવ આ વર્ષે અમદાવાદ ખાતે નહિ ઉજવવામાં આવે. પતંગોત્સવ 2020 આ વર્ષે  સ્ટેચ્યુઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે યોજાશે.  ત્યારે અમદાવાદનું નામ કેમ કમી કરવામાં આવ્યું તે ચર્ચાની વિષય બન્યો છે. કેવડિયાને આતંરાષ્ટ્રીય ફલક ઉપર લાવવા માટે આ પ્રયાસ કરાઈ રહ્યો હોવાની ચર્ચાએ […]

Gujarat Others
aakrund 1 પતંગોત્સવ 2020 / કપાયું અમદાવાદનું પત્તું, હવે ઉજવાશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા કોલોની ખાતે

પતંગ રસિયો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. દર વર્ષે અમદાવાદ ખાતે ઉજવાતો પતંગોત્સવ આ વર્ષે અમદાવાદ ખાતે નહિ ઉજવવામાં આવે.

પતંગોત્સવ 2020 આ વર્ષે  સ્ટેચ્યુઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે યોજાશે.  ત્યારે અમદાવાદનું નામ કેમ કમી કરવામાં આવ્યું તે ચર્ચાની વિષય બન્યો છે. કેવડિયાને આતંરાષ્ટ્રીય ફલક ઉપર લાવવા માટે આ પ્રયાસ કરાઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને રાષ્ટ્રીય ફલકમાં  સ્થાન આપવામાં માટે આ વર્ષે પતંગોત્સવનું આયોજન કેવડીયા ખાતે કરવામાં આવ્યા છે.

આ વર્ષે શિયાળામાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં CAAણે પગલે ચાલતી હિંસાને કારણે ઘણો ઘટતો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક લેવલે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે આ વર્ષે પતંગોત્સવ કેવડિયા યોજાયો હોવાની ચર્ચાઈ જોર પકડ્યું છે.

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે 9 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રિય પતંગોત્સવ શરૂ થશે. દેશ-વિદેશનાં પતંગબાજો આ પતંગોત્સવમાં ભાગ લેશે. પતંગોત્સવમાં વિવિધ 15 દેશોનાં 50 પતંગબાજો ભાગ લેશે. ભારતના અલગ અલગ રાજ્યોના 39 પતંગબાજો ભાગ લેશે. આમ કુલ 89 પતંગબાજો આ પતંગોત્સવમાં ભાગ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.