Not Set/ પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત લથડી, એમ્સમાં દાખલ

પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત શુક્રવારે બપોરે અચાનક બગડી હતી. ઉતાવળમાં તેમને હરિદ્વારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જો કે, સ્થિતિ સુધરતી ન હોવાથી તેને એઈમ્સ રિફર  કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર તે પતંજલિ પીઆર હતા અને અચાનક જ તે બેહોશ થવા થવા લાગ્યા અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. તેમને બેભાન જોઇને પતંજલિના […]

Top Stories India
PATANJALI પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત લથડી, એમ્સમાં દાખલ

પતંજલિ યોગપીઠના મહામંત્રી આચાર્ય બાલકૃષ્ણની તબિયત શુક્રવારે બપોરે અચાનક બગડી હતી. ઉતાવળમાં તેમને હરિદ્વારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જો કે, સ્થિતિ સુધરતી ન હોવાથી તેને એઈમ્સ રિફર  કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર તે પતંજલિ પીઆર હતા અને અચાનક જ તે બેહોશ થવા થવા લાગ્યા અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી. તેમને બેભાન જોઇને પતંજલિના કામદારોએ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

 તબિયત બગડવાના કારણો જાણી શકાયા નથી, પરંતુ પતંજલિ કાર્યકર વિમલ કુમારના જણાવ્યા મુજબ તેમને ગેસની સમસ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. પરંતુ એઈમ્સ વહીવટીતંત્રે હજી તેની પુષ્ટિ કરી નથી.

એઇમ્સના ડાયરેક્ટર પ્રોફેસર રવિકાંતે પણ  આચાર્ય બાલકૃષ્ણના ખબર જોવા આવ્યા હતા. સાથે સાથે  યોગ ગુરુ બાબા રામદેવ પણ તેમની સાથે હોસ્પિટલમાં હાજર છે. તો વિધાનસભા અધ્યક્ષ પ્રેમચંદ્ર અગ્રવાલ પણ આચાર્ય બાલકૃષ્ણને મળવા એઈમ્સ પહોંચ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.