Patan Accident/ પાટણનો હાઇવે બન્યો મોતનો માર્ગ, ત્રણ ટ્રકો અથડાતા બેના મોત

પાટણ જિલ્લાનો હાઇવે જાણે મોતનો હાઇવે બન્યો છે. આ હાઇવે પર પૂરઝડપે પસાર થતા વાહનચાલકો સાથે માર્ગ અકસ્માતની ઘટના બનતી હોય છે. સોમવારે સવારે સાંતલપુર-પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે સર્જાયેલા ભયંક અકસ્માતમાં બેના મોત થયા હતા.

Top Stories Gujarat
Patan Accident

પાટણ જિલ્લાનો હાઇવે જાણે મોતનો હાઇવે Patan Accident બન્યો છે. આ હાઇવે પર પૂરઝડપે પસાર થતા વાહનચાલકો સાથે માર્ગ અકસ્માતની ઘટના બનતી હોય છે. સોમવારે સવારે સાંતલપુર-પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર ત્રણ ટ્રક વચ્ચે સર્જાયેલા ભયંક અકસ્માતમાં બેના મોત થયા હતા. પીપરાળા નજીક હાઇવે પર પૂરઝડપે જતી ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી અન્ય બે ટ્રક ઘૂસી ગઈ હતી. Patan Accident તેમાં છેલ્લી ટ્રકના ડ્રાઇવર અને કંડકટર અંદર જ ચગદાઈ ગયા હતા. આ ટક્કર એટલી જબરજસ્ત હતી કે ત્રણેય ટ્રકના ભુકકા બોલી ગયા હતા.

એક ટ્રકમાં ડ્રાઇવર-કંડક્ટર ચગદાઈ ગયા
પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે ઉપર પીપરાળા ગામ નજીક Patan Accident સોમવારે વહેલી સવારે એક ટ્રકના ડ્રાઇવરે બેદરકારી દાખવી રોડની વચ્ચોવચ્ચ અચાનક બ્રેક મારતાં પાછળ આવતી બંને ટ્રક એક પછી એક એમ ઘૂસી ગઈ હતી, જેમાં છેલ્લી ટ્રક જે કચ્છ તરફથી આવતી હતી, જેનાં ડ્રાઇવર-કંડક્ટરનાં મોત થયા છે. વચ્ચેની ટ્રકના ડ્રાઇવર-કંડક્ટર ઇજગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ત્રણેય ટ્રકના ભુક્કા બોલી ગયા હતા. ઘટનાને પગલે લોકોનાં ટોળા એકત્ર થયા હતા. જ્યારે ક્રેનની મદદથી ટ્રેકોને એકબીજાથી દૂર કરી બન્ને મૃત મૃતદેહ બહાર કાઢીને પોલીસે પીએમ અર્થે ખસેડ્યા હતા

પાટણ જિલ્લાના હાઇવે પર અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો Patan Accident છે. ગત મહિને જ રાધનપુર-વારાહી હાઇવે પર મોટી પીપળી ગામના પાટિયા પાસે જીપ ટ્રકમાં ઘૂસી જતાં સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 11 લોકો ઘાયલ થયા હતા. મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીપ અથડાતાં એમાં સવાર સાત લોકોનાં મોત નીપજ્યાં હતાં. તો 11 લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા હતા
મોટી પીપળીની અકસ્માતની ઘટના બાદ એક સ્થાનિક નાગરિકે ઘટનાસ્થળ Patan Accident પર ઊભા રહી પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો. અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં બાદ નાગરિક દ્વારા સવાલ કરાયો હતો કે ધોળે દિવસે આટલા લોકો આ વાહનમાં ભરવામાં આવ્યા ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી કેમ ન કરી? રાધનપુરથી વારાહી વચ્ચે આ પ્રકારનાં વાહનોમાં લોકોને ઘેટાં-બકરાંની જેમ ભરવામાં આવતા હોવાનો અને હપતા ઉઘરાવાતા હોવાનો આક્ષેપ કરતો વીડિયો વાઈરલ થયો હતો.

આ પણ વાંચોઃ Bill Gates-Electric Rickshaw/ બિલ ગેટ્સે ચલાવી ઇલેક્ટ્રિક રિક્ષા, હવે સચિન સાથે રેસ કરશે!

આ પણ વાંચોઃ હવામાન વિભાગ/ ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, ફરી એકવાર ગાજવીજ સાથે મેઘરાજા મચાવશે તાંડવ

આ પણ વાંચોઃ Ancient Civilisation/ બ્રિટનમાં ચાર હજાર વર્ષ જૂની સભ્યતાના અવશેષો મળ્યા