Gujarat election 2022/ અમદાવાદમાં ટિકિટ ફાળવણીમાં પટેલ અને બ્રાહ્મણોનું વર્ચસ્વ: 19માંથી દસ ટિકિટ બેના ફાળે

ભાજપે વિધાનસભા ચૂંટણી 2022નું બ્યુગલ ફૂંકતા એક જ ઝાટકે તેના 160 ઉમેદવાર જાહેર કરી દીધા છે. તેમા અમદાવાદ શહેર અને જિલ્લાની થઈને કુલ 21 વિધાનસભા મતવિસ્તારની બેઠકોમાંથી 19ના ઉમેદવાર જાહેર કર્યા છે.

Top Stories Ahmedabad Gujarat
bhupendra patel govt અમદાવાદમાં ટિકિટ ફાળવણીમાં પટેલ અને બ્રાહ્મણોનું વર્ચસ્વ: 19માંથી દસ ટિકિટ બેના ફાળે
  • પટેલને કુલ છ અને બ્રાહ્મણોને ચાર ટિકિટ ફાળવવામાં આવી
  • ભાજપ યુવા મોરચાને પ્રમુખ અમિત ઠાકરને લાંબો ઇંતેજાર ફળ્યો
  • ગઈ ચૂંટણીમાં પાટીદાર આંદોલનના આક્રોશને ખાળવી આઠ પટેલોને ટિકિટ અપાઈ
  • ગઈ ચૂંટણીમાં અમદાવાદમાં એકમાત્ર બ્રાહ્મણ ભૂષણ ભટ્ટને ટિકિટ અપાઈ હતી

ભાજપે વિધાનસભા ચૂંટણી 2022નું (Gujarat elecion 2022) બ્યુગલ ફૂંકતા એક જ ઝાટકે તેના 160 ઉમેદવાર જાહેર કરી દીધા છે. તેમા અમદાવાદ શહેર અને જિલ્લાની થઈને કુલ 21 વિધાનસભા મતવિસ્તારની બેઠકોમાંથી 19ના ઉમેદવાર જાહેર કર્યા છે. અમદાવાદમાં સાણંદ (Sanand) અને વટવા (Vatva) બેઠક પરના ઉમેદવારની હજી સુધી જાહેરાત કરાઈ નથી. તેની સાથે ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભા બેઠક માટે સુનિશ્ચિત છે.

જ્ઞાતિના ધોરણે જોઈએ તો બ્રાહ્મણને (Brahmin) ચાર, પટેલને (Patel) છ, વાણિયાને (Bania)બે, ઓબીસીને (OBC) ચાર, એસસીને બે ટિકિટ મળી છે. આમ અમદાવાદમાં ટિકિટ વહેંચણીમાં બ્રાહ્મણ પટેલનું વર્ચસ્વ રહ્યું છે. તેની સામે 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદમાં શહેર અને જિલ્લાની થઈને 21 બેઠકોમાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં આઠ પટેલોને ટિકિટ આપી હતી.

પાટીદાર આંદોલનના (Patidar agitation) આક્રોશને ઠારવાના વ્યૂહરૂપે ભાજપે વધુને વધુ પટેલોને ટિકિટ આપવાનો વ્યૂહ અપનાવ્યો હતો. તેમા વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ઘાટલોડિયામાંથી ટિકિટ આપવામાં આવી હતી. ભાજપનો આ વ્યૂહ મહદઅંશે ફળ્યો પણ હતો ભાજપ કુલ 21 બેઠકમાંથી 15 જીત્યું હતુ અને પટેલોને ફાળવેલી આઠ ટિકિટમાંથી સાત ટિકિટ પર પટેલોએ જીતીને અનામત આંદોલનની અસરને ખાળી હતી. જ્યારે બ્રાહ્મણોમાં ફક્ત એક ભૂષણ ભટ્ટને (Bhushan Bhatt) ટિકિટ આપી હતી અને ભૂષણ ભટ્ટ પણ હાર્યા હતા.

જ્યારે ભાજપના યુવા મોરચાના પ્રમુખ અમિત ઠાકરને(Amit Thaker) ટિકિટ માટેનો લાંબો ઇંતેજાર ફળ્યો છે. તેમને અમદાવાદ વેજલપુરની ટિકિટ મળી છે. એલિસબ્રિજમાંથી અમિત શાહને ટિકિટ મળી છે. નારણપુરામાંથી જીતેન્દ્ર પટેલને (Jitendra patel) ટિકિટ મળી છે. નિકોલમાંથી જગદીશ પંચાલને (Jagdish Patel) ટિકિટ મળી છે, નરોડામાંથી પાયલ કુકરાણીને (Payal Kukarani) ટિકિટ મળી છે. કંચનબેનને ઠક્કરબાપા નગરમાંથી ટિકિટ મળી છે. બાપુનગરમાંથી દિનેશ કુશવાહને ટિકિટ મલી છે. અમરાઇવાડીમાંથી ડો. હસમુખ પટેલને (Hasmukh Patel) ટિકિટ મળી છે. કૌશિક જૈનને દરિયાપુરમાંથી ટિકિટ મળી છે.

કૌશિક જૈનને (Kaushik Jain) દરિયાપુરમાંથી ટિકિટ મળી છે. ભૂષણ ભટ્ટને (Bhushan Bhatt) જમાલપુર ખાડિયામાંથી ટિકિટ મળી છે. અમુલ ભટ્ટને મણિનગરમાંથી ટિકિટ મળી છે. દાણી લીમડામાંથી નરેશ વ્યાસને ટિકિટ (Naresh Vyas)મળી છે. સાબરમતીમાંથી ડો. હર્ષદ પટેલને ટિકિટ મળી છે. અસારવામાં (Asarva) એસસી માટે અનામત બેઠક પર દર્શના વાઘેલાને ટિકિટ મળી છે. દસક્રોઈમાંથી રાબેતા મુજબ બાબુ પટેલ(Babu Patel)ને ટિકિટ મળી છે. ધોળકામાં કિરીટ ડાભીને (kitit dabhi) ટિકિટ મળી છે. ધંધુકામાં કાનન ડાભીને (kanan Dabhi) ટિકિટ મળી છે. આમ 19માંથી ત્રણ મહિલા અને 16 પુરુષ ઉમેદવારને ટિકિટ મળી છે.