Video/ સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિ.માં અપૂરતા સ્ટાફથી દર્દીઓ હેરાન

વરસાદના વિરામ બાદ સુરેન્દ્રનગરજિલ્લામાં ખુલ્લા કોમન પ્લોટ અને ખુલ્લી જગ્યાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરજન્ય રોગચાળાએ ઉછાળો માર્યો છે.

Videos
સુરેન્દ્રનગર
  • સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિ.માં ડોક્ટર સ્ટાફનો અભાવ
  • સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાગી લાંબી કતારો
  • લીંબડી, વઢવાણ અને ચુડામાં દર્દીઓની લાઈન
  • વરસાદી પાણીનો ભરાવો થતાં રોગચાળો
  • મેલેરીયા, તાવ, શરદી અને કોલેરાનો રોગચાળો

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ડોક્ટર સ્ટાફના અભાવ બાદ રોગચાળો ફાટી નીકળતા હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. લીંબડી, વઢવાણ અને ચુડા સહિતની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે.મેલેરીયા, તાવ, શરદી અને કોલેરા જેવા રોગચાળાએ ઉછાળો માર્યો છે.સરકારી હોસ્પિટલોમાં વહેલી સવારથી જ દર્દીઓની લાંબી લાઈનો લાગી છે.વરસાદના વિરામ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ખુલ્લા કોમન પ્લોટ અને ખુલ્લી જગ્યાઓમાં વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરજન્ય રોગચાળાએ ઉછાળો માર્યો છે.

આ પણ વાંચો:કડીમાં કચરાના ઢગલામાંથી મળ્યા 700 જેટલા ચૂંટણી કાર્ડ, તંત્રની કામગીરી સામે સવાલ

આ પણ વાંચો:ગારીયાધારની મામલતદાર કચેરીમાં કર્મચારીઓને ફિલ્મ જોવું પડ્યું ભારે, થશે કાર્યવાહી

આ પણ વાંચો:પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજનાં નવનિયુક્ત વાણોટ/પ્રમુખની નિમણૂક