Bihar News/ પટનામાં 3 કુખ્યાત ગુનેગારો એન્કાઉન્ટરમાં ઠાર, સ્ટેશન ઈન્ચાર્જને પણ વાગી ગોળી

બિહારની રાજધાની પટનામાં પોલીસ અને ગુનેગારો વચ્ચે જોરદાર અથડામણ (Patna Police Encounter) થઈ હતી

Top Stories India
બિહારની રાજધાની પટનામાં પોલીસ અને ગુનેગારો વચ્ચે જોરદાર અથડામણ (Patna Police Encounter) થઈ હતી

Bihar News : બિહારની રાજધાની પટનામાં પોલીસ અને ગુનેગારો વચ્ચે જોરદાર અથડામણ (Patna Police Encounter) થઈ હતી. માનેર પોલીસ સ્ટેશન વિસ્તારના શેરપુર ગંગા ઘાટ પાસે થયેલા એન્કાઉન્ટરમાં પોલીસે ત્રણ ગુનેગારોને ઠાર (Three Criminals Killed)માર્યા છે. માર્યા ગયેલા આરોપીઓમાં PACS પ્રમુખની હત્યાના કેસમાં સંડોવાયેલો મુખ્ય આરોપી અને તેના બે સાથીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન ગુનેગારો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં માનેર પોલીસ સ્ટેશનના (Maner Police Station) ઇન્ચાર્જ પણ ઘાયલ થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

Patna Police Encounter: બાતમીના આધારે પોલીસે પાડ્યો દરોડો

મળતી માહિતી પ્રમાણે, પોલીસને બાતમી મળી હતી કે દાનાપુર અને માનેરના PACS પ્રમુખોની હત્યાના કેસમાં ફરાર આરોપીઓ તેમના સાથીઓ સાથે શેરપુર ગંગા ઘાટ પાસે છુપાયેલા છે. આ માહિતીના આધારે પોલીસની ટીમ આરોપીઓને પકડવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસની ટીમ કાર્યવાહી શરૂ કરે તે પહેલાં જ આરોપીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ગુનેગારોના ગોળીબારમાં માનેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઘાયલ થયા હતા. ત્યારબાદ પોલીસે પણ સ્વબચાવમાં જવાબી કાર્યવાહી કરતાં ગોળીબાર કર્યો હતો. આ અથડામણમાં ત્રણેય આરોપીઓનાં મોત (Three Criminals Killed)થયાં હતાં.

PACS પ્રમુખ હત્યા કેસનો મુખ્ય આરોપી પણ ઠાર

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ત્રણેય આરોપીઓ અગાઉથી પોલીસના રડાર પર હતા. તેમાંથી એક આરોપી PACS પ્રમુખની હત્યાના કેસમાં (PACS Chairman Murder Case)મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય આરોપીઓ હત્યાના કેસમાં ફરાર હતા અને પોલીસ તેમની શોધખોળ કરી રહી હતી.

એસએસપી કાર્તિકેય કે. શર્માના જણાવ્યા અનુસાર, ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ હતો. માનેરમાં તાજેતરમાં બનેલી હત્યાની ઘટનામાં પણ તેમની સંડોવણી સામે આવી હતી. આ ઉપરાંત દાનાપુર અને શાહપુર સહિતના અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ તેમની સામે ગુનાહિત કેસ નોંધાયેલા હતા.

FSLની ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કર્યા

એન્કાઉન્ટર બાદ ઘટનાસ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. સમગ્ર ઘટનાની તપાસ માટે FSLની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ટીમ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પોલીસ હવે એન્કાઉન્ટરની (police encounter)સમગ્ર પરિસ્થિતિ, ગોળીબાર અને આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે તપાસ કરી રહી છે. બીજી તરફ, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતર્કતા વધારી દેવામાં આવી છે.

ફરાર ગુનેગારોને પકડવા પોલીસનાં દરોડા

એસએસપીના જણાવ્યા અનુસાર, ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. એન્કાઉન્ટર બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નોંધનીય છે કે ગયા જુલાઈ મહિનામાં પણ પટનાના મસૌરી વિસ્તારમાં પોલીસ અને અપહરણકારો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં એક ગુનેગારનું મોત થયું હતું. હવે માનેરમાં થયેલા આ તાજા એન્કાઉન્ટરને પગલે બિહારની રાજધાનીમાં ફરી પોલીસ કાર્યવાહી ચર્ચામાં આવી છે.


આ પણ વાંચો:દિલ્હીમાં સગીરા સાથે ગેંગરેપનો આરોપ, એન્કાઉન્ટર બાદ એક આરોપી ઝડપાયો; 2ની શોધખોળ

આ પણ વાંચો: અમૃતસરમાં ASI હરજીત સિંહ હત્યા કેસમાં મુખ્ય આરોપી દીપક સિંહ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

આ પણ વાંચો: ભરત તિવારી એન્કાઉન્ટર કેસમાં CM સમ્રાટનું એલાન, પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને આર્થિક સહાયની કરી જાહેરાત