નવી દિલ્હી/ બાહુબલી શહાબુદ્દીનનું કોરોનાથી નથી થયું મોત, તિહાડ જેલએ સમાચારને ગણાવ્યા અફવા

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના નેતા અને બિહારની સીવાન લોકસભા બેઠકના પૂર્વ સાંસદ સૈયદ શહાબુદ્દીનના મૃત્યુના સમાચાર ખોટા છે.

Top Stories India
A 6 બાહુબલી શહાબુદ્દીનનું કોરોનાથી નથી થયું મોત, તિહાડ જેલએ સમાચારને ગણાવ્યા અફવા

રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના નેતા અને બિહારની સીવાન લોકસભા બેઠકના પૂર્વ સાંસદ સૈયદ શહાબુદ્દીનના મૃત્યુના સમાચાર ખોટા છે. તિહાર જેલ પ્રશાસન દ્વારા કોરોના વાયરસના ચેપથી શહાબુદ્દીનના મૃત્યુના સમાચારને નકારી કાઢવામાં આવ્યા છે. હત્યા કેસમાં દોષિત બિહારના બાહુબલી શહાબુદ્દીન દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. જેલ પ્રશાસન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે શહાબુદ્દીનની તબિયત ખરાબ છે.

તિહાડ જેલના ડીજીએ શહાબુદ્દીનના મોતના સમાચારને નકારી દીધા છે. તિહાડ જેલ પ્રશાસને કહ્યું છે કે સોશિયલ મીડિયા પર આને લગતા સમાચાર એક અફવા છે. જેલ પ્રશાસનના જણાવ્યા મુજબ શહાબુદ્દીનની હાલત ગંભીર છે પરંતુ હજી સારવાર ચાલુ છે. પૂર્વ સાંસદની દિલ્હીની દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોકટરો કોરોના ચેપગ્રસ્ત શહાબુદ્દીનના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો :આઝમ ખાનને જેલમાં થયો કોરોના, વધુ 12 કેદીઓને પણ સંક્રમિત

નોંધપાત્ર વાત એ છે કે સીવાન લોકસભા બેઠક પરથી સંસદસભ્ય રહી ચૂકેલી બાહુબલી શહાબુદ્દીનની ગણતરી આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નજીકના નેતાઓમાં થાય છે. શહબુદ્દીનને હત્યાના કેસમાં કોર્ટે દોષી ઠેરવ્યો હતો. દોષિત શહાબુદ્દીન દિલ્હીની તિહાડ જેલમાં સજા ભોગવી રહ્યો છે. આજે સવારથી જ શહાબુદ્દીનના અવસાનના સમાચાર સામે અવી રહ્યા છે.

આ પણ વાંચો :કોરોનાએ છીનવી લીધો ભારતીય સિતાર વાદકનો સિતાર, પદ્મભૂષણ 85 વર્ષિય પંડિત દેબુ ચૌધરીનું નિધન

તિહાર જેલ પ્રશાસને આ અહેવાલોને અફવા ગણાવી છે. મહત્વનું છે કે, તિહાર જેલમાં પણ કોરોના પગ ફેલાવી રહ્યો છે. કોરોના દ્વારા અત્યાર સુધીમાં ઘણા કેદીઓના મોત થયા છે. જેલ પ્રશાસને તિહાર જેલના કેદીઓને કોરોના રસી લાગવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો :આજે ગુજરાત સ્થાપના દિન નિમિતે 18 વર્ષથી વધુના લોકો માટે વિનામૂલ્યે વેક્સીનેશન શરૂ

Untitled 47 બાહુબલી શહાબુદ્દીનનું કોરોનાથી નથી થયું મોત, તિહાડ જેલએ સમાચારને ગણાવ્યા અફવા