Not Set/ પટના મેડીકલ કોલેજમાં જુનિયર ડોક્ટરોની હડતાલના લીધે ૯ બાળકો સહિત ૧૨ દર્દીઓના મોત

પટના પટના મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જુનિયર ડોકટરની હડતાલના લીધે અત્યાર સુધી ૧૨ દર્દીના મૃત્યુ થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીના મૃત્યુ થયા છે. ડોક્ટરની હડતાલના લીધે માસુમ ૯ બાળકોના મૃત્યુ થયા છે. ડોક્ટરની  હડતાલના લીધે હોસ્પિટલની પરિસ્થિતિ હાલ બગડતી જઈ રહી છે. હોસ્પીટલમાં કોઈ પણ દર્દીને સારવાર આપવાની ના પાડવામાં આવી રહી […]

Top Stories India Trending
death પટના મેડીકલ કોલેજમાં જુનિયર ડોક્ટરોની હડતાલના લીધે ૯ બાળકો સહિત ૧૨ દર્દીઓના મોત

પટના

પટના મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જુનિયર ડોકટરની હડતાલના લીધે અત્યાર સુધી ૧૨ દર્દીના મૃત્યુ થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ દર્દીના મૃત્યુ થયા છે. ડોક્ટરની હડતાલના લીધે માસુમ ૯ બાળકોના મૃત્યુ થયા છે.

ptna પટના મેડીકલ કોલેજમાં જુનિયર ડોક્ટરોની હડતાલના લીધે ૯ બાળકો સહિત ૧૨ દર્દીઓના મોત

ડોક્ટરની  હડતાલના લીધે હોસ્પિટલની પરિસ્થિતિ હાલ બગડતી જઈ રહી છે. હોસ્પીટલમાં કોઈ પણ દર્દીને સારવાર આપવાની ના પાડવામાં આવી રહી છે. આ હડતાલ પાછળ જુનિયર ડોક્ટરની માંગ છે કે જ્યાં સુધી આરોપીના પરિવારજનોની ધરપકડ નહિ કરવામાં આવે ત્યાં સુધી અમે આ હડતાલ પૂરી નહી કરીએ.

જુનિયર ડોક્ટરની હડતાલના લીધે હાલ હોસ્પિટલની તમામ કાર્યવાહી નર્સના માથે આવી ગઈ છે. જુનિયર ડોક્ટરના એસોસિયેશને કહ્યું છે કે આ વખતે આશ્વાશનથી અમે માની જવાના નથી. જ્યાં સુધી ડોક્ટર સાથે મારપીટ કરનારા લોકોની ધરપકડ નહિ કરવામાં આવે ત્યાં સુધી અમે અમારી હડતાલ ચાલુ રાખીશું. હાલ પટના મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં ઓપીડી અને ઈમરજન્સી સેવાઓને બંધ કરી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે શિશુ વોર્ડમાં દર્દીના પરિવારે ડોક્ટર પર મારપીટ કરી હતી જેના વિરોધમાં જુનિયર ડોકટરે કામ કરવાનું બંધ કરી દીધું હતું.  ડોક્ટરની હડતાલ બાદ થોડા જ સમયમાં એક બાળકે સારવારના અભાવમાં દમ તોડી દીધો હતો.

તમને જણાવી દઈએ કે ખગૌલ વિસ્તારમાં એક દર્દીના પરિવારે શિશુવોર્ડમાં ડોક્ટરની સાથે મારપીટ કરી હતી જેમાં ડોકટર દીનાનાથ ઘાયલ થયા હતા. આ ઘટનાના વિરોધમાં જુનિયર ડોકટરે હડતાલ કરી છે.