Not Set/ પવન ખેડાને દિલ્હીમાં ફ્લાઈટમાંથી ઉતારી લેવામાં આવ્યા, એરપોર્ટ પર જ ધરણા પર બેઠા કોંગ્રેસના નેતાઓ

કોંગ્રેસ નેતા પવન ખેરાને Pavan Kheda દિલ્હીની ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. આરોપ છે કે પવન ખેડા રાયપુરમાં કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ત્યારબાદ તેને ફ્લાઈટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

Top Stories India
Pavan kheda પવન ખેડાને દિલ્હીમાં ફ્લાઈટમાંથી ઉતારી લેવામાં આવ્યા, એરપોર્ટ પર જ ધરણા પર બેઠા કોંગ્રેસના નેતાઓ

કોંગ્રેસ નેતા પવન ખેરાને Pavan Kheda દિલ્હીની ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. આરોપ છે કે પવન ખેડા રાયપુરમાં કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ત્યારબાદ તેને ફ્લાઈટમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા. પવન ખેડાની સાથે કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓ પણ સત્રમાં ભાગ લેવા રાયપુર જઈ રહ્યા હતા. આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ તાનાશાહી વલણઃ કોંગ્રેસ
કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે એક ટ્વિટ Pavan Kheda કરવામાં આવ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આજે વરિષ્ઠ નેતાઓ ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા દિલ્હીથી રાયપુર જઈ રહ્યા હતા. દરેક વ્યક્તિ ફ્લાઈટમાં ચઢી ગયા હતા, તે જ સમયે અમારા નેતા પવન ખેડાને ફ્લાઈટમાંથી ઉતરવાનું કહેવામાં આવ્યું. આ તાનાશાહી વલણ છે. આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઈન્ડિગોની ફ્લાઈટ 6E-204 દ્વારા દિલ્હીથી રાયપુર જઈ રહ્યા હતા.

ધરણા પર બેઠેલા કોંગ્રેસના નેતા
આ ઘટના સામે કોંગ્રેસના અનેક નેતાઓ એરપોર્ટ પર જ Pavan Kheda ધરણા પર બેઠા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી પવન ખેડા સહિતના તમામ નેતાઓને ફ્લાઈટ દ્વારા રાયપુર નહીં લઈ જવામાં આવે ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી રહેશે. તમને જણાવી દઈએ કે જ્યારે પવન ખેડા ફ્લાઈટમાંથી ઉતર્યા ત્યારે તેમની સાથે રણદીપ સુરજેવાલા, કેસી વેણુગોપાલ અને અન્ય ઘણા નેતાઓ હાજર હતા. આરોપ છે કે આ દરમિયાન તેને કસ્ટડીમાં લેવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પવન ખેડા કોંગ્રેસના એ જ નેતા છે જેમણે Pavan Kheda વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ બદલાનું રાજકારણ રમી રહ્યું છે. પવન ખેડાએ તેમણે કરેલા ઉચ્ચારણો અંગે માફી માંગી લીધી છે, આમ છતાં પણ શાસક પક્ષ તેમની સામે બદલો લેવા માટે મેદાનમાં ઉતરી ગયું છે. તેથી તેમને અને કોંગ્રેસને આ રીતે હેરાન કરી રહ્યું છે. ભાજપની સરકાર કોંગ્રેસની નેતાગીરી સામે ટોચથી લઈને તળિયા સુધી બદલો લઈ રહી હોવાનો દાવો કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હતો. ભાજપ કોંગ્રેસના આગેવાને તેનામાં ભળી ન જાય કે તેની સામે લડત પડતી મૂકી ન દે ત્યાં સુધી તેની પાછળ પડી જાય છે તેવો દાવો કરાયો હતો.

 

આ પણ વાંચોઃ Biden Down/ બિડેન ફરી પાછા ગબડ્યા, આ વખતે પોલેન્ડ છોડતી વખતે પ્લેનની સીડી પર પડ્યા

આ પણ વાંચોઃ કોરોના રસીકરણ કૌભાંડ/ જૂનાગઢમાં કોરોના વેક્સિનેશન કૌભાંડઃ જયા બચ્ચન, મહિમા ચૌધરી, જૂહી ચાવલાના નામનું સર્ટિફિકેટ

આ પણ વાંચોઃ કાનાણી-બસ ઓપરેટર વિવાદ/ કાનાણી-બસ ઓપરેટર વિવાદઃ મુસાફરો કરમાયા, રીક્ષાચાલકો કમાયા