Exclusive/ પર્યાવરણને પેવર બ્લોકનું કવચ : GTUનાં સ્ટાર્ટઅપકર્તાઓએ એક કાંકરે માર્યા બે પક્ષી

21મી સદીનાં આજના સમયમાં પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ કરવો એ સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા છે. સમસ્યાનાં નિરાકરણ માટે સ્ટાર્ટઅપ તેનું નિરાકરણ છે. જે

Gujarat Others Trending
gtu પર્યાવરણને પેવર બ્લોકનું કવચ : GTUનાં સ્ટાર્ટઅપકર્તાઓએ એક કાંકરે માર્યા બે પક્ષી

21મી સદીનાં આજના સમયમાં પ્લાસ્ટીકનો યોગ્ય નિકાલ કરવો એ સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા છે. સમસ્યાનાં નિરાકરણ માટે સ્ટાર્ટઅપ તેનું નિરાકરણ છે. જે કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત અભિયાનમાં પણ સહભાગી થાય છે. પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવા જીટીયુના સ્ટાર્ટઅપકર્તાએ સોલિડ વેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોકનું નિર્માણ કર્યુ. જાણીએ આ વિશેષ અહેવાલ…

પર્યાવરણને પેવર બ્લોકનું કવચ

પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવો સમગ્ર વિશ્વ માટે સમસ્યા
પ્લાસ્ટિકનો નિકાલ કરવા કરાયું પેવર બ્લોકનું નિર્માણ
જીટીયુના સ્ટાર્ટઅપકર્તાએ સોલિડવેસ્ટનો ઉપયોગ કરી કર્યુ નિર્માણ
2.75 કિલોનો 1 પેવર બ્લોક 15 ટન વજન સહન કરવાની રાખે છે ક્ષમતા

સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટીકનું ઉત્પાદન અને તેના વપરાશમાં દિન-પ્રતિદિન વધારો થતો જોવા મળે છે. પરંતુ પ્લાસ્ટિકના વપરાશ પછી તેના નિકાલની સમસ્યા ઉડીને આંખે વળગી છે. જે સમગ્ર માનવસૃષ્ટીના જીવનચક્ર માટે પણ એક મોટો પડકાર છે. પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવાના ઉદ્દેશ્ય હેઠળ જીટીયુના સ્ટાર્ટઅપકર્તા કિશન પટેલે પ્લાસ્ટીક વેસ્ટ, ફ્લાય એસ અને સોલિડવેસ્ટનો ઉપયોગ કરીને પેવર બ્લોકનું નિર્માણ કર્યુ. જે 2.75 કિલોનો 1 પેવર બ્લોક 15 ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે.

AMC પાસેથી 20,000 કિલો પ્લાસ્ટીક ખરીદવામાં આવ્યું
પીરાણા ડમ્પિંગ સાઈટનું પ્લાસ્ટીકની ખરીદી
આણંદ ન.પા પાસેથી ખરીદવામાં આવે છે પ્લાસ્ટિક વેસ્ટ
પ્રતિ કિલો 7 રૂપિયાના ભાવે ખરીદાય છે પ્લાસ્ટિક વેસ્ટ
1 પેવર બ્લોકમાં 25 ટકા પ્લાસ્ટીક, 60 ટકા સેન્ડનો ઉપયોગ
પ્લાસ્ટીક નિર્મિત પેવરબ્લોક 3 ગણી મજબુતાઈવાળું

પ્રારંભિક ધોરણે રીસર્ચ કરવાના ઉદ્દેશ્ય હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પીરાણા ડમ્પિંગ સાઈટનું 20,000 કિલો પ્લાસ્ટીક ખરીદવામાં આવ્યું હતું. તાજેતરમાં આણંદ નગરપાલિકા પાસેથી પ્રતિ કિલો 7 રૂપિયાના ભાવે પ્લાસ્ટીક વેસ્ટ ખરીદીને પેવર બ્લોક બનાવવામાં આવે છે. 1 પેવર બ્લોકમાં 25 ટકા પ્લાસ્ટીક, 60 ટકા સેન્ડ અને 15 ટકા અન્ય સોલિડ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય પેવર બ્લોકની ક્ષમતાએ પ્લાસ્ટીક નિર્મિત પેવરબ્લોક 3 ગણી મજબૂતાઈ ધરાવે છે.

 મહત્વપૂર્ણ છે કે સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટીકનું ઉત્પાદન અને તેનો વપરાશ દિવસે-દિવસે કૂદકે ને ભુસકે વધી રહ્યો છે. પરંતુ તેના વપરાશ પછી યોગ્ય નિકાલ થતો નથી. તો હવે જીટીયુ દ્વારા હાથ ધરાયેલા પ્રોજેક્ટને વિદ્યાર્થીઓએ આવકાર્યો છે અને વિદ્યાર્થીઓ પણ ધગશપૂર્વક કામ કરી રહ્યાં છે.

જુઓ સમગ્ર વીડિયો અહેવાલ – પર્યાવરણને પેવર બ્લોકનું કવચ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…