એલર્ટ/ Paytm યૂઝર્સ સાવધાન, કેશબેકનાં ચક્કરમાં ખાલી થઇ શકે છે તમારું એકાઉન્ટ

ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન્સનાં ઉપયોગમાં ઝડપથી વધારો થતાં સાયબર ફ્રોડનાં કેસોમાં પણ વધારો થયો છે. પોપ્યુલર પેમેન્ટ એપ્લિકેશન Paytm પણ આનાથી દૂર રહી શકી નથી.

Tech & Auto
1 107 Paytm યૂઝર્સ સાવધાન, કેશબેકનાં ચક્કરમાં ખાલી થઇ શકે છે તમારું એકાઉન્ટ

ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન્સનાં ઉપયોગમાં ઝડપથી વધારો થતાં સાયબર ફ્રોડનાં કેસોમાં પણ વધારો થયો છે. પોપ્યુલર પેમેન્ટ એપ્લિકેશન Paytm પણ આનાથી દૂર રહી શકી નથી. છેતરપિંડી કરનારાઓ વારંવાર Paytm યૂઝર્સને છેતરવાનો પ્રયાસ કરે છે. હવે પેટીએમ યૂઝર્સની નવી કેશબેક ઓફર દ્વારા લોકોને છેતરવાની શરૂઆત થઇ ગઇ છે. જો તમે પણ પેટીએમનો ઉપયોગ કરો છો, તો પછી આ નવા કૌભાંડથી બચીને રહેવાની જરૂર છે.

1 108 Paytm યૂઝર્સ સાવધાન, કેશબેકનાં ચક્કરમાં ખાલી થઇ શકે છે તમારું એકાઉન્ટ

સોશિયલ મીડિયા / WhatsApp એ કેન્દ્ર સરકાર પર કર્યો કેસ, જાણો શું છે કારણ?

એક અહેવાલ મુજબ, ઘણા યૂઝર્સ ક્રોમ બ્રાઉઝર પર પેટીએમ કેશબેક સૂચનાઓ મેળવી રહ્યા છે. તેમા લખેલુ હોય છે, ‘અભિનંદન! તમે પેટીએમ સ્ક્રેચ કાર્ડ જીત્યું છે. એકવાર યૂઝર્સ સૂચના પર ક્લિક કરે છે, પેટીએમ-કેશફર [ડોટ] કોમ વેબસાઇટ ખુલે છે. આ વેબસાઇટ દેખાવમાં પેટીએમની ઓફિશિયલ સાઇટ જેવી છે. પરંતુ હકીકતમાં તે એક નકલી વેબસાઇટ છે. એક કૂપન વેબસાઇટ પર દેખાય છે, જે સ્ક્રેચ થાય ત્યારે કેશબેકની રકમ બતાવે છે. આ રકમ દર વખતે અલગ હોઈ શકે છે. અમારા કિસ્સામાં તેને 2577 રૂપિયાનું કેશબેક બતાવવામાં આવ્યું છે. આની નીચે જ, તમને Send Reward to Paytm બટન પણ આપવામાં આવ્યું છે. જો તમે આમાં જણાવેલ તમામ પગલાંને અનુસરો છો, તો તમારું એકાઉન્ટ ખાલી થઇ શકે છે.

1 109 Paytm યૂઝર્સ સાવધાન, કેશબેકનાં ચક્કરમાં ખાલી થઇ શકે છે તમારું એકાઉન્ટ

Technology / 10 જૂને ભારતમાં લોન્ચ થઇ રહ્યો છે OnePlus Nord CE 5G, કિંમત હશે આટલી સસ્તી

અહેવાલમાં જણાવાયું છે કે, આ કૌભાંડ ફક્ત મોબાઇલ ફોન્સ પર જ કામ કરે છે, જેનો અર્થ છે કે વેબસાઇટનાં પાછળનાં સ્કેમર્સનું લક્ષ્ય મોબાઇલ યૂઝર્સને નિશાનો બનાવવાનું છે. સમાચાર લખતી વખતે, કમ્પ્યુટર બ્રાઉઝરમાં URL ટાઇપ કરવાથી સીધી સત્તાવાર પેટીએમ વેબસાઇટ ખોલવામાં આવે છે. જો કે, અમે યૂઝર્સને આ કપટથી ભરેલી સાઇટ પર મુલાકાત ન લેવાની સલાહ આપીશું.

kalmukho str 27 Paytm યૂઝર્સ સાવધાન, કેશબેકનાં ચક્કરમાં ખાલી થઇ શકે છે તમારું એકાઉન્ટ