કૃષિ આંદોલન/ નજર પહોંચે ત્યાં સુધી દિલ્હીની બહાર ખેડૂતો અને અંદર પોલીસનું શાંતીપૂર્ણ ચક્કાજામ

આજે ખેડૂતો દ્વારા કૃષિ કાયદાનાં વિરોધમાં કરવમાં આવી રહેલા આંદોલનનો 73 મો દિવસ છે અને આજે ખેડૂત સંગઠનો દ્વારા દેશભરમાં ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે આંદોલનનું એપી સેન્ટર બની ગયેલ

India Trending
farmer નજર પહોંચે ત્યાં સુધી દિલ્હીની બહાર ખેડૂતો અને અંદર પોલીસનું શાંતીપૂર્ણ ચક્કાજામ

આજે ખેડૂતો દ્વારા કૃષિ કાયદાનાં વિરોધમાં કરવમાં આવી રહેલા આંદોલનનો 73 મો દિવસ છે અને આજે ખેડૂત સંગઠનો દ્વારા દેશભરમાં ચક્કાજામનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે આંદોલનનું એપી સેન્ટર બની ગયેલ દેશની રાજધાની દિલ્હીમાં, દિલ્હી બહાર જ્યા સુઘી નજર પહોંચે ત્યાં સુધી રસ્તા પર ખેડૂતો દેખાઇ રહ્યા છે અને શાંતીપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે, તો દિલ્હીની અંદર જ્યાં સુધી રસ્તા પર નજર પડે ત્યાં સુધી પોલીસ દેખાઇ રહ્યા છે અને બંદોબસ્તની કામગીરી કરી રહ્યા છે. દિલ્હીનાં હાલનાં દ્રશ્યો જોઇ એવુ લાગે કે દેશમાં માત્ર ખેડૂતો એટલે કે ઘરતીપુત્રો અને સુરક્ષા જવાનો એટલે કે ઘરતીપુત્રો(મા ભારતીના પુત્રો) જ શકુ કરી રહ્યા છે. વિડંબના એ છે કે એક મેક સામે સામે જોવામાં આવી રહ્યા છે.

KERAL / આ કારણથી કેરળમાં કોંગ્રેસીઓએ સચિન તેંડુલકરના પોસ્ટર પર કાળી શાહી ઢોળી

દિલ્હીની સરહદો પર બે મહિનાથી વધુ સમયથી ખેડુતો કેન્દ્રના ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. છેલ્લા પ્રજાસત્તાક દિને ટ્રેક્ટર પરેડમાં બબાલ થયા બાદ ખતમની આરે પહોંચી ગયેલ ખેડૂત આંદોલન ફરી સક્રિય થયુ અને ખેડૂત સંગઠનોએ ખેડૂત આંદોલનને વધુ ધાર આપવા આજનાં દિવસ માટે દેશવ્યાપી ચક્કા જામની જાહેરાત કરી હતી. ખેડૂતોની આ ઝુંબેશને કોંગ્રેસ સહિત અનેક પક્ષો સમર્થન આપે છે. જોકે, રાજધાની દિલ્હીમાં ચક્કા જામની અસર નહીં પડે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ કહ્યું છે કે, આજે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ટ્રાફિક જામ થશે નહીં, કારણ કે અહીં ખેડૂતોને પ્રવેશવા ન દેવા માટે તંત્ર દ્વારા ફૌજ ઉતારી દેવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, આજે ખેડૂતો દેશના અન્ય ભાગોમાં રાષ્ટ્રીય અને રાજ્યમાર્ગોને ત્રણ કલાક શાંતિપૂર્ણ રીતે વિક્ષેપિત કરશે. ‘ચક્કા જામ’ શનિવારે બપોરે 12 થી બપોરે 3 વાગ્યા સુધી કરવાની દરખાસ્ત છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં શનિવારે કોઈ જામ થશે નહીં, પરંતુ આ બંને રાજ્યોના ખેડૂતોને ગમે ત્યારે દિલ્હી બોલાવી શકાય છે. ખેડૂતો દેશના અન્ય ભાગોમાં રાષ્ટ્રીય અને રાજ્યમાર્ગોને ત્રણ કલાક શાંતિપૂર્ણ રીતે વિક્ષેપિત કરશે.

PM Modi / કૃષિમંત્રીની આ સ્પીચ જરૂર સાંભળો, PM મોદીએ કરી અપીલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ