Not Set/ કોરોના કાળમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન, યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ

જિલ્લા ચૂંટણી દ્વારા કોઇ મતદાર બાકી ન રહી જાય એવી વ્યવસ્થાના ભાગ રૂપે દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેર તથા વાહન સાથે સ્વયંસેવકોનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. કેટલાક મતદાન મથકો ઉપર આવા સ્વયં સેવકો દિવ્યાંગ મતદારોએ સહાયરૂપ બનતા જોવા મળ્યા હતા.

Gujarat Others
sidhdhpur 15 કોરોના કાળમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન, યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ

ઉનાળાની ગરમીથી બચવા મતદારોએ વહેલી સવારમાં જ પોતાનો કિંમતી મત આપવા લાઇનો લગાવી

મહિલા અને યુવા મતદારોમાં મતદાન કરવા માટે જોવા મળેલો અનેરો ઉત્સાહ

ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી મતદારો થયા પ્રભાવિત, માન્યો આભાર

પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું હતું. સવારમાં નવ વાગ્યા સુધીમાં ૧૧૦૩૪ પુરુષ અને ૬૯૦૩ મહિલાઓ સહિત ૧૭૯૩૭ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેની ટકાવારી ૮.૧૮ જેટલી થવા જાય છે.

sidhdhpur 16 કોરોના કાળમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન, યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ

ઉનાળાની ગરમીને ધ્યાને રાખીને મતદારોમાં વહેલી સવારમાં જ મતદાન કરી નાખવાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. મોરવા હડફ બેઠકના વિવિધ મતદાન મથકો ઉપર સવારમાં જ મતદારોએ લાઇનો લગાવી હતી.

મતદારોને સર્વ પ્રથમ થર્મલ ગનથી ચકાસવામાં આવતા હતા. જો તેમના શરીરનું તાપમાન સામાન્ય હોય તો જ તેમને મતદાન કેન્દ્ર પરિસરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. આ ઉપરાંત, તેમને સેનેટાઇઝરથી હાથ સાફ કર્યા બાદ પ્લાસ્ટિક મોજા પણ ઉ૫લબ્ધ કરાવવામાં આવ્યા હતા. કોરોના સામે સુરક્ષિત કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા કરાવેલી વ્યવસ્થાથી મતદારો પ્રભાવિત થયા હતા. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોવિડ-૧૯ની માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે આ પેટા ચૂંટણી કરવામાં આવી છે.

sidhdhpur 17 કોરોના કાળમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન, યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ

ઘણા મતદાન મથકો ઉપર મહિલાઓ અને યુવા મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને લોકશાહીના આ પર્વમાં ભાગ લેવા માટે યુવા મતદારો ભારે ઉત્સુક હતા. કેટલાક યુવા મતદારોએ જિલ્લા ચૂંટણી દ્વારા આપવામાં આવેલી સમજ તો કેટલાક મતદારોએ ઇન્ટરનેટના માધ્યમથી કેવી રીતે ઇવીએમ દ્વારા મતદાન કરવું તેની સમજણ મેળવી હતી.

sidhdhpur 18 કોરોના કાળમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન, યુવા મતદારોમાં અનેરો ઉત્સાહ

જિલ્લા ચૂંટણી દ્વારા કોઇ મતદાર બાકી ન રહી જાય એવી વ્યવસ્થાના ભાગ રૂપે દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેર તથા વાહન સાથે સ્વયંસેવકોનો પ્રબંધ કરવામાં આવ્યો હતો. કેટલાક મતદાન મથકો ઉપર આવા સ્વયં સેવકો દિવ્યાંગ મતદારોએ સહાયરૂપ બનતા જોવા મળ્યા હતા.