રાજ્યમાં શિક્ષકોની ઘટ નિવારવા સરકાર એક્શનમાં આવી છે. ગુજરાતમાં ફિક્સ પગારના શિક્ષકો માટે સારા સમાચાર આવી શકે છે. આ માટે સરકાર શિક્ષકોની ભરતીમાં સરકાર મોટા ફેરફાર કરવાનું વિચારી રહી છે. તેના પગલે આગામી સમયમાં તેમના પગારમાં વધારો થઈ શકે છે. જો કે આ અંગે આજે કેબિનેટની બેઠક હતી તે પછી તેમા ફિક્સ પગાર પરની ચર્ચા મોકૂફ રહી છે, પણ ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
ગુજરાત સરકાર ફિક્સ પગારના ધોરણમાં ફેરફાર કરી શકે છે. જેમાં જે તે જિલ્લાની ભરતીમાં સ્થાનિક લોકોને અગ્રતા અંગેનો ફેરફાર થઈ શકે છે. તેની સાથે જ શિક્ષકોને અપાતા પગારમાં સરકાર વધારો કરી શકે છે. સુધારા અંગેની જાહેરાત અને શિક્ષકોની ભરતીની જાહેરાત ટુંક સમયમાં સરકાર કરશે.
વર્ષ 2010 પહેલા નિમણુક પામેલા શિક્ષકો માટે સારા સમાચાર છે. હવે આ તમામ શિક્ષકોને પુરો પગાર મળશે. હાઇકોર્ટે આ આદેશને અમલી કરવા આદેશ આપ્યા છે. વર્ષ 2010 પહેલાના વિદ્યાસહાયકોનો પૂરા પગાર સાથે પ્રાથમિક શિક્ષક તરીકે સમાવેશ કરવામાં આવશે. અગાઉ પણ આ મુદ્દે સરકારે પૂરા પગારમાં સમાવેશનો ઠરાવ પસાર કર્યો હતો, પરંતુ અમલીકરણ ન થતાં વિદ્યાસહાયકોએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેનો નિર્ણય શિક્ષક તરફી આવતા કોર્ટે પ્રાથમિક શિક્ષક તરીકે સમાવેશ કરવા આદેશ કર્યાં છે.
થોડા સમય પહેલા ગુજરાતમાં શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી, સરકારે પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાસહાયકના આંતરિક જિલ્લા બદલી કેમ્પની સત્તાવાર જાહેરાત કરી છે, 2જી જૂનથી આંતરિક જિલ્લા બદલી માટે અરજી કરવાની શરૂઆત થઇ જશે અને 1લી જુલાઈ સુધી મંજૂર થયેલી અરજીના ઓર્ડર કરવામાં આવશે. જિલ્લા બદલી માટે અગાઉ કરેલી અરજી રદ્દ કરવામાં આવી છે. જિલ્લા આંતરિક બદલી કરાવવા ઈચ્છતા શિક્ષકો, વિદ્યાસહાયકોને નવેસરથી અરજી કરવાની રહેશે, શિક્ષકો, વિદ્યાસહાયકોએ આંતરિક જિલ્લા બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ પણ વાંચોઃ Stock Market/ શેરબજારમાં વિક્રમજનક તેજીઃ સેન્સેક્સ 64000ને અને નિફ્ટી 19000ને પાર
આ પણ વાંચોઃ Surat Rain/ સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર, રસ્તાઓ જળમગ્ન બન્યા મેયરે ઉતરવું પડ્યું મેદાનમાં
આ પણ વાંચોઃ Scam/ અમદાવાદમાં G-MET અને GRE એકઝામનું કૌભાંડ: આઠની ધરપકડ
આ પણ વાંચોઃ Uniform Civil Code/ PM મોદીના સમર્થનમાં આવી આમ આદમી પાર્ટી, UCCના સમર્થનમાં ખુલીને કહી આ વાત
આ પણ વાંચોઃ BandraVarsova Sealink/ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણયઃ બાંદ્રા-વર્સોવા સીલિંક બની વીર સાવરકર સેતુ