Not Set/ સોશિયલ મીડિયામાં આ ઈન્ડિયન આર્મી ડોગને લોકો વખાણી રહ્યા છે, જાણો શું છે કારણ

કૂતરાઓને સૌથી વફાદાર પ્રાણીઓ કહેવામાં આવે છે, તેથી જ કૂતરા અને માણસો વચ્ચે સદીઓથી ભાવનાત્મક સંબંધ રહ્યો છે. આપણે કૂતરાઓને લગતી ઘણા અનોખા કિસ્સાઓ સાંભળતા રહીએ છીએ. સોશિયલ મીડિયા પર ભારતીય સેનાનાં આવા જ એક ડોગને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ કૂતરાનું નામ ‘જારી’ છે. જારીએ પોતાની બહાદુરીથી એવું પરાક્રમ બતાવ્યું છે, જે […]

Top Stories India
jaree army dog સોશિયલ મીડિયામાં આ ઈન્ડિયન આર્મી ડોગને લોકો વખાણી રહ્યા છે, જાણો શું છે કારણ

કૂતરાઓને સૌથી વફાદાર પ્રાણીઓ કહેવામાં આવે છે, તેથી જ કૂતરા અને માણસો વચ્ચે સદીઓથી ભાવનાત્મક સંબંધ રહ્યો છે. આપણે કૂતરાઓને લગતી ઘણા અનોખા કિસ્સાઓ સાંભળતા રહીએ છીએ. સોશિયલ મીડિયા પર ભારતીય સેનાનાં આવા જ એક ડોગને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ કૂતરાનું નામ ‘જારી’ છે. જારીએ પોતાની બહાદુરીથી એવું પરાક્રમ બતાવ્યું છે, જે પછી માત્ર સેના જ નહીં, પરંતુ આખો દેશ સોશિયલ મીડિયા પર આ હીરોની પ્રશંસા કરી રહ્યો છે. ચાલો જાણીએ જારીની બહાદુરી વિશે, જેના કારણે સૈન્યએ તેને સલામી આપી છે.

Image result for indian army dog jaari

ભારતીય સૈન્યની ઈસ્ટર્ન કમાન્ડે ટ્વીટ કરીને મહાન કાર્ય કરવા માટે ‘જારી’ નો આભાર માન્યો છે. ઈસ્ટર્ન કમાન્ડે ટ્વિટ કર્યું છે કે, ભારતીય સેનાનાં ટ્રેકર ડોગ જારીએ છુપાયેલા શસ્ત્રોને શોધવામાં અસાધારણ ફાળો આપ્યો હતો. આ ટ્વીટ બાદ યુઝર્સે જારીનાં વખાણ કરતાં ટ્વીટર પર ઘણા ટ્વીટ કર્યાં છે.

jaari સોશિયલ મીડિયામાં આ ઈન્ડિયન આર્મી ડોગને લોકો વખાણી રહ્યા છે, જાણો શું છે કારણ

ભારતીય સૈન્યનાં ટ્રેકર ડોગ ‘જારી’ એ અસમમાં શસ્ત્રોનું મોટું શસ્ત્રાગાર શોધવાનું કામ કર્યું છે. એવું કહેવામાં આવે છે કે આ શસ્ત્રો બળવાખોર જૂથ નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ (એનડીએફબી) નાં સભ્યો દ્વારા છુપાયેલા હતા. બોડોલેન્ડ ટેરિટોરિયલ એરિયા ડિસ્ટ્રિક્ટ્સ (બીટીએડી) નાં પનબારી રિઝર્વ ફોરેસ્ટમાં ઓપરેશન દરમિયાન ‘જારી’ એ સૈનિકોને મોટી માત્રામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો શોધવામાં મદદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.