અહેવાલ/ કોરોના વાયરસ સાથે જીવવાની ટેવ પાડવી પડશે

કોરોના વાયરસ સાથે જ જીવવું પડશે

India
virus કોરોના વાયરસ સાથે જીવવાની ટેવ પાડવી પડશે

કોરોનાએ વિશ્વમાં  કહેર વર્તાવ્યો છે,કોરોના વાયરસ સંદર્ભે રોજબરોજ અનેક દાવાઓ થઇ રહ્યા છે હેન્ડલબર્ગ  ઈન્સ્ટિટયુટ તેમજ ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સના સંશોધન અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે આપણે હવે કોરોના વાયરસ સાથે જીવવાની ટેવ પાડવી પડશે. કારણ કે આ વાયરસ હંમેશા જીવીત રહેવાનો છે અને તેનો પ્રકોપ લાંબા સમય સુધી ચાલુ જ રહેવાનો છે.જો કે મેડિકલ સાયન્સનું માનવું એવુ છે કે, કોઈપણ વાયરસનું અસ્તિત્વ કયારેય સમાપ્ત થતું જ નથી પરંતુ રિસર્ચમાં એમ બતાવવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ વર્ષમાં અનેક વખત ચરમસીમા પર પહોંચશે અને તેને પગલે મોટી સંખ્યામાં મૃત્યુ થશે. ભારતમાં બીજી લહેર ભયંકર બની છે અને ત્રીજી લહેરની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

સઅહેવાલમાં જણાવ્યા મુજબ વિશ્વના ઉત્તર અને દક્ષિણ દેશોમાંં  કોરોના વાયરસનો કહેર વધુ પ્રમાણમાં રહેશે. વધુમાં તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઉનાળો હોય કે શિયાળો કોઈપણ મોસમમાં કોરોનાની પ્રચંડતા ઓછી થવાની નથી.સંશોધનકારોએ આ રિપોર્ટ 117 દેશોના આંકડાના આધાર પર તૈયાર કર્યો છે અને એમણે કહ્યું છે કે, કોરોનાથી બચતા રહેવું તે જ માત્ર એક ઉપાય છે અને તેના માટે વેક્સિન ખુબ જ જરૂરી  છે અને જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેનો ગંભીરતાથી અમલ કરવાની જરૂર છે.