Not Set/ પાંચરાજ્યોની ચૂંટણીમાં ટિકીટો મેળવનાર અને જીતનાર મહિલા ધારાસભ્યોની સંખ્યા કેરળ સિવાય તમામ રાજ્યોમાં ઘટી

આ સંજાેગો વચ્ચે એટલું તો કહેવું જ પડશે કે ભાજપ કે કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોની મહિલા સશક્તિકરણની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે. તે વાત તો નોંધ્યા વગર ચાલે તેવું નથી જ.

India Trending
bukhari mufti 4 પાંચરાજ્યોની ચૂંટણીમાં ટિકીટો મેળવનાર અને જીતનાર મહિલા ધારાસભ્યોની સંખ્યા કેરળ સિવાય તમામ રાજ્યોમાં ઘટી

રાજકારણીઓની કથની અને કરણી અલગ

આ સંજાેગો વચ્ચે એટલું તો કહેવું જ પડશે કે ભાજપ કે કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોની મહિલા સશક્તિકરણની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે. તે વાત તો નોંધ્યા વગર ચાલે તેવું નથી જ.

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

કોરોનાના કહેર વચ્ચે અને કરોનાના સંક્રમિતોની સંખ્યા વધારનારી પૂરવાર થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ સરકારો બિરાજમાન થવાની પ્રક્રિયાનો પણ પ્રારંભ થઈ ગયો છે. ગેઝેટમાં તમામ પાંચેય રાજ્યોમાં નવા ચૂંટાયેલા સભ્યોની યાદી પણ બહાર પડી ગઈ છે. આ યાદી પર દ્રષ્ટિપાત કરતા એક વાત ધ્યાન ખેંચનારી એ બને છે કે રાજકારણીઓ રાજકીય પક્ષો મહિલા અશક્તિકરણ – નારી સન્માનની જેટલી વાતો કરે છે તે પ્રમાણે વર્તન કરતા નથી. આ વાત વિચારવા જેવી કહેવાય કારણ કે માત્ર કેરળને બાદ કરતા બાકીના તમામ રાજ્યોમાં મહિલા ધારાસભ્યોની સંખ્યા અગાઉ કરતા ઘણો ઘટાડો થયો છે. જાે કે ટિકિટો આપવામાં પણ રાજકીય પક્ષો પાછા પડ્યા છે અપક્ષ તરીકે જે મહિલાઓ મેદાનમાં આવી હતી તેની ટકાવારી શૂન્ય આસપાસ જ છે. આ વાતની નોંધ લીધા વગર જરાપણ ચાલે તેવું નથી. રાજકારણીઓ કાયદેસર મહિલા અનામત હોય તો જ માનશે કે શું ? તેવો પ્રશ્ન ઉઠ્યા વગર રહેતો નથી.

himmat thhakar 1 પાંચરાજ્યોની ચૂંટણીમાં ટિકીટો મેળવનાર અને જીતનાર મહિલા ધારાસભ્યોની સંખ્યા કેરળ સિવાય તમામ રાજ્યોમાં ઘટી
૨૦૨૧માં આસામમાં પરિવર્તનના બદલે પૂનરાવર્તન થયું ૧૨૬ બેઠકોની ચૂંટણી યોજાઈ તેમાં ૭૬ જેટલી મહિલા ઉમેદવારો મેદાનમાં હતી. તેમાં માત્ર ૬ મહિલા ઉમેદવારોની જીત થઈ છે. જેમાં ભાજપના ૩, કોંગ્રેસના બે અને એજીપી (આસામ ગણપરિષદની એક મહિલા ધારાસભ્ય ચૂંટાયા છે. આ ટકાવારી પાંચ કરતા પણ ઘણી ઓછી છે. ૨૦૧૬માં ૯૧માંથી ૮ મહિલા વિધાનસભામાં પહોંચી હતી. જ્યારે ૨૦૧૧માં લડનાર ૮૫માંથી માત્ર ૧૪ મહિલાઓ પહોંચી હતી આમ આસામ વિધાનસભામાં મહિલાઓની સંખ્યા ક્રમશઃ ઘટતી જાય છે. અત્યારે માત્ર છ પર આવીને અટકી ગઈ છે.

Tamil Nadu Election Result Highlights: BJP's Vanathi Srinivasan Defeats Kamal Haasan In Coimbatore South
૨૩૪ સભ્યોની તમિલનાડુ વિધાનસભામાં ૨૩૨ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી માત્ર ૧૨ મહિલાઓ ધારાસભ્ય બનવાનું ગૌરવ મેળવી શકી છે. જેમાં ડીએમકેની ૭, અને પાંચ અન્ના ડીએમકે ગઠબંધનની છે. આ ટકાવારી પણ પાંચ ટકાથી વધતી નથી. ૨૦૧૬ની ચૂંટણીમાં ૨૧ અને ૨૦૧૧ની ચૂંટણીમાં ૧૭ મહિલા જીતી હતી. આ વખતે માત્ર ૧૨ જીતી છે. ૨૦૧૧ અને ૨૦૧૬ના પ્રમાણમાં આ સંખ્યા ઘટી છે. ૨૦૨૧માં તામિલ કાચી પાર્ટીએ ૧૧૭, અન્નાડીએમકેએ ૧૪ અને ડીએમકેએ ૧૨ ઉમેદવારોને ટિકિટ આપી હતી. કુલ મહિલા ઉમેદવારોની સંખ્યા ૪૧૧ થાય છે. જાે કે રાજકીય પક્ષો અપક્ષોના પ્રમાણમાં ચૂંટણીની ટિકિટો આપવામાં પણ પાછા પડ્યા છે.

Final phase of Kerala local polls witness high turnout | India News,The Indian Express
જ્યારે સૌથી શિક્ષિત ગણાતા કેરળમાં ૧૪૦ બેઠકોની ચૂંટણીમાં ૧૦૩ મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરી હતી તેમાંથી ૧૧ મહિલા ધારાસભ્યોનો વિજય થયો છે. જેમાં ડાબેરી મોરચાની ૧૦ અને યુનાઈટેડ ડ્રેમોક્રેટીક ફ્રન્ટ એટલે કે યુડીએફની એક મહિલાનો સમાવેશ થાય છે. ડાબેરી મોરચાની મહિલા ઉમેદવાર પૈકી કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવાનું માન મેળવનાર શૈલજા ટીચર ૬૦ હજાર કરતા વધુ મતની સરસાઈથી વિજય બનેલ છે. કેરળ વિધાનસભામાં ૨૦૧૬ની ચૂંટણીમાં આઠ મહિલાઓ વિજય મેળવ્યો હતો. જ્યારે ૧૯૯૬ની ચૂંટણીમાં સૌથી વધુ એટલે કે ૧૩ મહિલા જીતી હતી જાેકે આ વખતે ગત ચૂંટણી કરતા ભલે મહિલાઓની સંખ્યામાં વધારો થયો હોય પરંતુ ૧૦ ટકાથી વધુ મહિલા ન ચૂંટાવાનો ક્રમ આ વખતે પણ જળવાયો છે આમ છતાં ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં સંખ્યા વધારવાનું શ્રેયતો કેરળના ફાળે અવશ્ય જાય છે તે વાત નોંધવી જ પડે તેમ છે.

West Bengal Election Result 2021 Highlights | TMC Registers Landslide Win, Mamata Banerjee Set For Third Consecutive Term
પશ્ચિમ બંગાળમાં છેલ્લા ૧૦ વર્ષથી મહિલા મુખ્યમંત્રીનું શાસનછે અને હાલ તો તેઓ એક માત્ર મહિલા મુખ્યમંત્રી છે ત્યાં પણ મહિલાઓની સ્થિતિ બહુ સારી તો નથી આમ છતાં ૨૯૪ સભ્યોની વિધાન સભામાં ૨૯૨ની ચૂંટણી યોજાઈ તેમાં ૪૦ મહિલા ધારાસભ્ય પદ મેળવી શકી છે. તેમાં ૩૩ ટીએમસી અને ૭ ભાજપની છે. ૨૦૧૬માં ટીએમસીની ૨૯ કોંગ્રેસની ૪ લેફ્ટની ૬ અને જીજેએમની ૧ મળી ૪૦ મહિલા હતી. ટુંકમાં મહિલાઓની સંખ્યામાં વધઘટ થઈ નથી. ટીએમસીએ ૨૯૪માંથી ૫૦ મહિલા ઉમેદવારોને ચૂંટણી જંગના મેદાનમાં ઉતારી હતી. તેમાંથી ૩૨ની જીત થઈ છે જાે કે કમનસીબે દેશમાં હાલની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી મમતા બેનરજી નંદીગ્રામ બેઠક પરથી પોતાના જ જૂના સાથીદાર શુવેન્દુ અધિકારી સામે ચૂંટણી હારી ગઈ છે. જાે કે તેણે છ માસમાં તો ધારાસભ્ય તરીકે ચૂંટાવું જ પડશે તે નક્કી છે. તે વખતે ટીએમસીની સંખ્યા વધશે જ્યારે નાનકડા અને દિલ્હીની જેવો જ કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જાે ધરાવતા પોંડીચેરીમાં ૩૦ પૈકી માત્ર એક જ બેઠક પર મહિલા ધારાસભ્યની જીત થઈ છે. તે કોંગ્રેસમાંથી જ ઉભા થયેલા અને હાલ ભાજપના સાધીદાર બનેલા ઓલ ઈન્ડિયા એન.આર. કોંગ્રેસની ટિકિટ પર ચંદિરા પ્રીયંકા નેડુનગડુ બેઠક પર ચૂંટણી જીતેલા છે. ૨૦૧૬ની ચૂંટણીમાં પાૈંડીચેરીમાં ૪ મહિલા ધારાસભ્યો ચૂંટાઈ હતી. જાે કે આ પહેલા યોજાયેલી ચાર ચૂંટણી એટલે કે ૧૯૯૭થી ૨૦૧૧ સુધીની ચૂંટણીમાં આ નાનકડા રાજ્યમાંથી એકપણ મહિલા ધારાસભ્ય વિજય મેળવી શકી નહોતી.

Gujarat gearing up for Covid-19 third wave, says Rupani | Cities News,The Indian Express
આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ દરેક રાજકીય પક્ષ મહિલાઓને મહત્વ આપવાના ગાણા ગાય છે. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓનું ૫૦ ટકાથી વધુ પ્રતિનિધિત્વ છે. અન્ય કેટલાક રાજ્યોમાં ૩૩ ટકા છે. પણ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ૩૩ ટકા કરવાને લગતો ખરડો રાજકીય પક્ષોએ એકયા બીજા બહાના બનાવી ૩૦ વર્ષ કરતા વધુ લાંબા સમયથી અભેરાઈ પર ચડાવી દીધો છે. આ વાતની નોંધ તો લીધા વગર ચાલે તેવું નથી. રાજકીય પક્ષો મહિલા અનામતની જેટલી વાતો કરે છે તે માત્ર કાગળ પર જ છે. ભલે કોંગ૩ેસના રાષ્ટ્રીય (હાલમાં ઈનચાર્જ) પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા મહિલા અનામત પરડા અંગે માગણી કરી હતી. પરંતુ તેનું ધાર્યું પરિણામ આવ્યું નથી. કોંગ્રેસ પૂરતુ દબાણ ન લાવી શકી જ્યારે ભાજપે પણ રીસ્પોન્સ જ ન આપ્યો અન્ય પક્ષોએ પણ માત્ર આવી જ વાતો કરી તેનું પરિણામએ આવ્યું કે આ ખરડો આગળ ન વધી શક્યો. કોંગ્રેસ મહિલા અનામત ખરડાની પૂરેપૂરી હિમાયતી છે પરંતુ લોકસભામાં તોતીંગ બહુમતી ધરાવનાર અને રાજ્યસભામાં પોતાને ગમે તેવા ખરડા પર બહુમતી મેનેજ કરી લેનાર બાજપ આ દિશામાં નિષ્ક્રીય સાબિત થયો છે. આનું કારણ એ પણ હોઈ શકે કે ભાજપના ઘણા પુરૂષ લોકપ્રતિનિધિઓને પોતાની ખુરશી જાેખમમાં મુકાવાનો ડર લાગતો હશે.
આ સંજાેગો વચ્ચે એટલું તો કહેવું જ પડશે કે ભાજપ કે કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોની મહિલા સશક્તિકરણની વાતો માત્રને માત્ર કાગળ ઉપર જ રહી ગઈ છે. તે વાત તો નોંધ્યા વગર ચાલે તેવું નથી જ.