Not Set/ દુનિયાભરનાં લોકોએ ઉત્સાહ સાથે નવા વર્ષનું કર્યુ સ્વાગત, PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

દેશમાં નવું વર્ષ શરૂ થઇ ગયુ છે. લોકોએ ઘણા સ્થળોએ આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. દિલ્હીવાસીઓએ રેસ્ટોરન્ટ્સ, પબ્સ, મોલ્સ અને અન્ય સ્થળોએ નવા વર્ષનું જોરદાર સ્વાગત કર્યું અને જૂના વર્ષને વિદાય આપી. આ પ્રસંગે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. સુવ્યવસ્થિત રીતે નવા વર્ષને ઉજવવા રાષ્ટ્રીય રાજધાની […]

Top Stories India
2020 દુનિયાભરનાં લોકોએ ઉત્સાહ સાથે નવા વર્ષનું કર્યુ સ્વાગત, PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ

દેશમાં નવું વર્ષ શરૂ થઇ ગયુ છે. લોકોએ ઘણા સ્થળોએ આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. દિલ્હીવાસીઓએ રેસ્ટોરન્ટ્સ, પબ્સ, મોલ્સ અને અન્ય સ્થળોએ નવા વર્ષનું જોરદાર સ્વાગત કર્યું અને જૂના વર્ષને વિદાય આપી. આ પ્રસંગે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.

Image result for new year 2020 celebration in delhi

સુવ્યવસ્થિત રીતે નવા વર્ષને ઉજવવા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ખાસ કરીને બજારો, મોલ્સ, પાંચસીતારા હોટલ, રેસ્ટોરન્ટ્સ, પબ, બારમાં સુરક્ષા કડક કરવામાં આવી હતી. સાકેતનાં સિલેક્શન સિટી વોક મોલ, નહેરુ પ્લેસ, ખાન માર્કેટ, રાજૌરી ગાર્ડન અને કનોટ  પ્લેસ સહિત શહેરનાં વિવિધ મહત્વપૂર્ણ બજારો અને લોકપ્રિય પાર્ટી વેન્યુ પર નવા વર્ષની ઉજવણી કરતા લોકોનાં મોટો ટોળો જોવા મળ્યા હતા.

Image result for new year 2020 celebration in delhi

આ અગાઉ દુનિયાભરમાં હેપ્પી ન્યૂ યર 2020 નું આગમન થયુ. ઘણા દેશોમાં, વર્ષ 2020 ને લઇને લોકોનાં મોટા ટોળા રસ્તાઓ પર નિકળી નવા વર્ષની લોકોને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડનાં ઓકલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન, સિડની વગેરે શહેરોમાં નવું વર્ષ શરૂ થયું હતુ. ભારતમાં પણ નવા વર્ષને આવકારવા માટે લોકોએ ઘણી તૈયારીઓ કરી હતી. દિલ્હીથી મુંબઇ, ચંદીગઢથી બેંગલોર સુધી લોકોએ ઉજવણી શરૂ કરી દીધી હતી. મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ પણ ખૂબ જ સુંદર રીતે સજ્જ જોવા મળ્યુ હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી નવા વર્ષની શુભકામનાઓ

કોલકાતાના હાવડા બ્રિજ પરથી નવા વર્ષની પ્રથમ સવારનું મનમોહક દૃશ્ય.
WB દુનિયાભરનાં લોકોએ ઉત્સાહ સાથે નવા વર્ષનું કર્યુ સ્વાગત, PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
ભક્તો નવા વર્ષની સવારે મુંબઈનાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે પહોંચ્યા હતા.
Ganapati દુનિયાભરનાં લોકોએ ઉત્સાહ સાથે નવા વર્ષનું કર્યુ સ્વાગત, PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
વાયનાડના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાષ્ટ્રને નવા વર્ષની શુભેચ્છા પાઠવી
Rahuuul દુનિયાભરનાં લોકોએ ઉત્સાહ સાથે નવા વર્ષનું કર્યુ સ્વાગત, PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામનાઓ
દિલ્હીવાસીઓએ નવા વર્ષનું ઉત્સાહ સાથે સ્વાગત કરી જૂના વર્ષને વિદાય આપી
દિલ્હીમાં જે સ્થળો પર સીએએનો વિરોધ થઇ રહ્યો હતો, ત્યા આજે નવા વર્ષની ઉજવણી થઇ રહી હતી. વળી, દિલ્હીનાં લોકોએ રેસ્ટોરન્ટ્સ, પબ્સ, મોલ્સ અને અન્ય સ્થળોએ જઇને નવા વર્ષનું જોરશોરથી સ્વાગત કર્યું અને જૂના વર્ષને વિદાય આપી. આ પ્રસંગે પોલીસે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. નવા વર્ષ નિમિત્તે વિશાળ ભીડને ધ્યાનમાં રાખીને, દિલ્હી મેટ્રોએ રાજીવ ચોક સ્ટેશન પર એન્ટ્રી અને એક્સિટ બંધ કર્યું હતું. દિલ્હી ટ્રાફિક પોલીસે રાત્રે 8 વાગ્યા પછી કનોટ પ્લેસ અને તેની આસપાસના વિસ્તારો પર વિશેષ પ્રતિબંધ લાદ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.