Anand/ બોરસદમાં ખોદકામ દરમિયાન મળી આવી શિવલિંગ આકારની પ્રતિકૃતિ, દર્શન કરવા લોકો ઉમટ્યાં

આણંદના બોરસદ નજીક રેલ્વે તંત્ર દ્વારા ખોદકામ કરતી વેળાએ શિવલિંગ આકારની કૃતિ મળી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે.

Gujarat Others
બોરસદ

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટપુરા તળાવના ખોદકામ વખતે શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવતા જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આણંદના બોરસદ નજીક અભેટાપુરામાં તળાવમાં ખોદકામ ચાલી રહ્યું હતું.  આ અંગેની જાણ થતાં મામલતદાર અને પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયા હતા. માટીમાંથી મળેલી પ્રતિકૃતિ અંગે પૂછતાં બોરસદ મામલતદાર આરતીબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે, શિવલિંગ જ છે, તે કહેવું મુશ્કેલ છે. કારણ કે આ પુરાતત્વ વિભાગનો વિષય છે.

ખોદકામ દરમિયાન શિવલિંગ હોવાની વાત હવાની જેમ વહેતા ગામ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. ખોદકામમાં શિવલિંગ જેવી પ્રતિમા મળ્યાની વાતને લઈને લોકોએ દર્શન કર્યા હતા. તેમજ લોકો દ્વારા બિલીપત્ર ચઢાવી અગરબત્તી કરી પૂજા પણ કરવામાં આવી હતી.

a 73 1 બોરસદમાં ખોદકામ દરમિયાન મળી આવી શિવલિંગ આકારની પ્રતિકૃતિ, દર્શન કરવા લોકો ઉમટ્યાં

શનિવારના રોજ આ ઘટના બની હતી. શિવલિંગની વાત ગામમાં ફેલાતા લોકો એકઠા થઈ ગયા હતા. અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતુ. ખોદકામ દરમિયાન એક બાજુ વૃક્ષના થડીયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકોએ પહેલા તેને વૃક્ષનુ મોટુ થડ સમજી લીધુ હતું. પરંતુ બાદમાં વરસાદ આવતા આ આકારમાંથી પાણી વહેલા લાગ્યુ હતું. અને શિવલિંગ જેવી પ્રતિકૃતિ દેખાવા લાગી હતી.

a 73 બોરસદમાં ખોદકામ દરમિયાન મળી આવી શિવલિંગ આકારની પ્રતિકૃતિ, દર્શન કરવા લોકો ઉમટ્યાં

ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટ્યાં હતા બીજી તરફ ભેખડ ધસી પડવાની સંભવના હોવાથી તંત્રએ લોકોને અહીંથી દૂર રહેવા અપીલ કરી હતી તેમજ પોલીસે પણ તળાવમાંથી લોકોને બહાર કાઢી જોખમી જગ્યા હોય દૂર રહેવા જણાવ્યું હતું.

હાલ આસપાસના ગામના લોકો પણ અહીં મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી રહ્યા છે. આ સમગ્ર બાબતે ત્યાંના મામલતદારે જણાવ્યું હતું કે આ અંગે પુરાતત્વ વિભાગને જાણ કરાશે. કારણકે, આ પુરાતત્વ વિભાગનો વિષય છે. અહીં નોંધનીય છે કે અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો:ધારાસભ્ય પોતાના જ લગ્નમાં ન પહોંચ્યા, પ્રેમિકાએ નોંધાવી FIR

આ પણ વાંચો:અમરેલી જિલ્લાના આકાશમાં ચળકતા પદાર્થની હારમાળા મળી જોવા, સ્ટારલિંક સેટેલાઇટ હોવાનો દાવો

આ પણ વાંચો:પીએમ મોદીએ જણાવ્યું કે કેવી રીતે તેમની માતા હીરાબાએ અબ્બાસનો પણ ઉછેર કર્યો, ઈદની ઉજવણીનો કર્યો ઉલ્લેખ