શાંતિ/ કાશ્મીરના લોકો શાંતિ ઇચ્છે છે, ગેરમાર્ગે દોરાતા યુવાનોને સમજાવવાની જરૂર છે: જનરલ બિપિન રાવત

કાશ્મીરમાં લોકો શાંતિ ઇચ્છે છે.

Top Stories
cds કાશ્મીરના લોકો શાંતિ ઇચ્છે છે, ગેરમાર્ગે દોરાતા યુવાનોને સમજાવવાની જરૂર છે: જનરલ બિપિન રાવત

જનરલ બિપિન રાવતે કહ્યું કે હજી પણ સરહદ પર યુદ્ધવિરામ ચાલુ છે, જે સકારાત્મક સંકેત છે. પરંતુ  ડ્રોનનો ઉપયોગ કરીને હથિયારો અને દારૂગોળો ઘૂસાડવામાં આવી રહ્યાે  છે જે શાંતિ માટે સારી રીતે પ્રગતિ કરતી નથી. તેમણે વધુમાંજણાવ્યું હતું કે કહ્યું કે, જો આંતરિક શાંતિ પ્રક્રિયા ખોરવાય છે, તો આપણે ખરેખર એમ કહી શકીએ નહીં કે યુદ્ધવિરામ હજુ પણ પ્રગતિમાં છે. યુદ્ધવિરામનો અર્થ એ નથી કે તમારે સરહદો પર યુદ્ધ વિરામ કરવો પડશે અને આતંરિક વિસ્તારમાં ઘુસણખોરી કરવી પડે. તેમણે કહ્યું કે અમે સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ઈચ્છીએ છીએ.

રાવતએ કહ્યું કે મને ખબર છે કે કાશ્મીરના લોકો શાંતિ ઇચ્છે છે.ગત ઘણા વર્ષોમાં ઘણી આતંકવાદી ઘટના બની છે. હવે લોકો શાંતિ ઇચ્છી રહ્યા છે. 370 કલમ હટાવી લેતા હવે લોકો શાંતિ તરફ વળી રહ્યા છે. તેમણે કહ્યું કે જો પરિસ્થિતિ આવી જ ચાલતી રહેશે તો લોકો હિંસાથી દૂર થઇ જશે અને ઘાટીમાં ઉગ્રવાદ થવા દેશે નહી. કારણ કે સ્થઆિક લોકોના સમર્થન વગર આતંકવાદ અને ઉગ્રવાદ થઇ શકતું નથી.

કેટલાક યુવાનો કે જેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે, મને લાગે છે કે આપણે તેમને ઓળખવાની જરૂર છે અને આપણે તેમની સાથે વાતચીત કરી શકીએ છીએ અને તેમને સમજાવવાની જરૂર છે કે આતંકવાદ એ આગળનો રસ્તો નથી, પરંતુ શાંતિ એ આગળનો રસ્તો છે.તેમણે કહ્યું કે જો ત્રણેય સેના એક સાથે આવવાનો સંયુકત પ્રયત્ન કરશે અને પરિવર્તનો લાવવાનો પ્રયત્ન કરશે, તો હું માનું છું કે અમે અમારી હાલની સેવાઓનો વધુ સારી કાર્યક્ષમતા અને ઉપયોગ વધુ સારી રીતે કરી શકીશું. તેમણે કહ્યું કે મને લાગે છે કે આપણે ભવિષ્યમાં સ્પર્ધા માટે વધુ તૈયાર થઈશું.રાવતે કહ્યું કે થિયેટર કમાન્ડની રચના પ્રક્રિયા સાચી ટ્રેક પર છે. અમે ત્રણેય સેવાઓ સાથે મોટાભાગના મુદ્દાઓનું સમાધાન કરવામાં સક્ષમ થયા છીએ. કેટલાક સારા પરિણામ જલ્દી આવવાના છે.