Not Set/ વિપક્ષી નેતા યેચુરીએ લીધી કાશ્મીરની મુલાકાત, CPI(M)નાં બીમાર MLAને મળ્યા

સુપ્રીમ કોર્ટની દખલ બાદ, સીપીએમનાં નેતા સીતારામ યેચુરી ગુરુવારે તેમનાં બીમાર ધારાસભ્ય યુસુફ તારીગામીને મળવા શ્રીનગર પહોંચ્યા. આ સાથે જ કાશ્મીરમાંથી કલમ 370 રદ થયા પછી કોઈ પણ વિપક્ષી નેતાની કાશ્મીરની આ પહેલી મુલાકાત હતી. આમ જોતા 370 હટાવ્યા બાદ, યેચુરી કાશ્મીર જવાવાળા પ્રથમ વિપક્ષી નેતા બન્યા છે. યેચુરી તેનાંં પક્ષનાં બીમાર ધારાસભ્યને શ્રીનગરમાં મળ્યા […]

Top Stories India
YECHURY વિપક્ષી નેતા યેચુરીએ લીધી કાશ્મીરની મુલાકાત, CPI(M)નાં બીમાર MLAને મળ્યા

સુપ્રીમ કોર્ટની દખલ બાદ, સીપીએમનાં નેતા સીતારામ યેચુરી ગુરુવારે તેમનાં બીમાર ધારાસભ્ય યુસુફ તારીગામીને મળવા શ્રીનગર પહોંચ્યા. આ સાથે જ કાશ્મીરમાંથી કલમ 370 રદ થયા પછી કોઈ પણ વિપક્ષી નેતાની કાશ્મીરની આ પહેલી મુલાકાત હતી. આમ જોતા 370 હટાવ્યા બાદ, યેચુરી કાશ્મીર જવાવાળા પ્રથમ વિપક્ષી નેતા બન્યા છે. યેચુરી તેનાંં પક્ષનાં બીમાર ધારાસભ્યને શ્રીનગરમાં મળ્યા હતા.

sitaram yechury tpi 875 વિપક્ષી નેતા યેચુરીએ લીધી કાશ્મીરની મુલાકાત, CPI(M)નાં બીમાર MLAને મળ્યા

માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) ના નેતા સીતારામ યેચુરીએ ગુરુવારે કડક સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં પાર્ટીના બીમાર ધારાસભ્ય યુસુફ તારીગામીને મળ્યા હતા. તારીગામીને અહીં નજરકેદ હેઠળ રાખવામાં આવી છે. કલમ 370 રદ થયા પછી, કોઈ પણ વિપક્ષી નેતાની કાશ્મીરની આ પહેલી મુલાકાત છે. યેચુરી 10 કારના સુરક્ષા કાફલા સાથે અહીંના એરપોર્ટથી નીકળ્યા હતા અને બપોરના સમયે ગુપ્કર રોડ પર તરિગામીના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. મીડિયાને તારીગામીના નિવાસસ્થાનની નજીક જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. 

તારીગામીના ઘરની આસપાસ સુરક્ષાની ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં કોન્સર્ટિના વાયરનો ઉપયોગ ટ્રાફિકને પ્રતિબંધિત કરવા માટે કરાયો હતો. યેચુરીએ થોડા કલાકો તારીગામીના ઘરે ગાળ્યા. કલમ 370 ના અંત પછી, યેચુરીએ ભૂતકાળમાં તરીગામીને મળવા કાશ્મીરની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમયે તેમને રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો અને શ્રીનગર એરપોર્ટથી પાછા દિલ્હી મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટના દખલ બાદ યેચુરીને તારીગામીને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. 363554 mohammed yousuf tarigami and sitaram yechury વિપક્ષી નેતા યેચુરીએ લીધી કાશ્મીરની મુલાકાત, CPI(M)નાં બીમાર MLAને મળ્યા

સૂત્રો કહે છે કે યેચુરીને તેમની કાશ્મીર મુલાકાત દરમિયાન કોઈ રાજકીય પ્રવૃત્તિમાં સામેલ થવા દેવામાં આવ્યા ન હતાં. પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લા સહિત મુખ્ય ધારાના ડઝનેક નેતાઓને પ્રતિબંધિત કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. અન્ય પૂર્વ મુખ્ય મંત્રી ફારૂક અબ્દુલ્લા પણ નજરકેદ હેઠળ છે. અગાઉ, કલમ 370 રદ થયા પછી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત દિલ્હીનાં વરિષ્ઠ વિપક્ષી નેતાઓને શ્રીનગર એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા. જેથી તેઓને દિલ્હી પરત ફરવાની ફરજ પડી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.