Political/ જનતાને ભૂખ્યા પેટે સુવા પર મજબૂર કરનાર પોતે મિત્ર-છાયામાં સુઇ રહ્યા છે: રાહુલ ગાંધી

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ એલપીજી સિલિન્ડરની કિંમત પર ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આ અંગે એક ટ્વીટ કર્યું છે…

Top Stories India
રાહુલ

કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ એલપીજી સિલિન્ડરની કિંમત પર ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આ અંગે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે 1 જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી ચાર મહાનગરોનાં ઘરેલું સિલિન્ડરોનાં ભાવ વિશે જણાવ્યું છે. સિલિન્ડરની કિંમતો લખીને તેમણે ટ્વીટ કર્યું છે કે, ‘જનતાને ભૂખ્યા પેટે સુવા પર મજબૂર કરનાર પોતે મિત્ર-છાયામાં સુઇ રહ્યા છે…  પણ અન્યાય સામે દેશ એક થઈ રહ્યો છે.’

આ પણ વાંચો – Covid-19 / દેશમાં કોરોનાનાં નવા કેસોએ એક વખત ફરી વધારી ચિંતા, આજે નોંધાયા આટલા કેસ

આપને જણાવી દઇએ કે, કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકારનાં વિરોધમાં લગભગ રોજ કોઇને કોઇ ટ્વીટ કરતા રહે છે. કોંગ્રેસ પાર્ટીમાં આ એક માત્ર ચહેરો છે કે જેમણે લગભગ રોજ આ મોદી સરકારનાં વિરોધમાં ટ્વીટ કરી લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. આજે ગેસ સિલિન્ડરનાં ભાવમાં વધારો થતા ફરી એકવાર તેમણે ટ્વીટ કરી મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. જો કે, આ પહેલી વખત નથી, જ્યારે સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હોય, આ પહેલા પણ જ્યારે 18 ઓગસ્ટનાં રોજ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો હતો, ત્યારે તેમણે ફેસબુક પર PM મોદી અને તેમની સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યારબાદ તેમણે ફેસબુક પર એક તસવીર શેર કરી હતી, જેમાં એલપીજીનાં વધતા ભાવ દર્શાવવામાં આવ્યા હતા. આ ફોટો શેર કરતી વખતે રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો હતો કે, ‘છેલ્લા 7 વર્ષમાં જુમલાનું સત્ય છે જનતાની સામે ઉલ્ટો વિકાસ થયો.’ આપને જણાવી દઇએ કે, આજે બિન સબસિડીવાળા ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ.25 નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેને લઇને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કરતા ટ્વીટ કર્યુ છે. તેમણે ટ્વીટમાં લખ્યુ કે, ‘જનતાને ભૂખ્યા પેટે સુવા પર મજબૂર કરનાર પોતે મિત્ર-છાયામાં સુઇ રહ્યા છે…  પણ અન્યાય સામે દેશ એક થઈ રહ્યો છે.’  આપને જણાવી દઇએ કે, આજે બિન સબસિડીવાળા ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ.25 નો વધારો ઝીંકી દીધા બાદ રાજધાની દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત વધીને 884.50 રૂપિયા થઈ ગઈ છે. આજે માત્ર ઘરેલુ સિલિન્ડરનાં ભાવ જ વધ્યા નથી, પરંતુ આજે 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘુ થઈ ગયું છે, હવે તેની કિંમત 1693 રૂપિયા થઈ ગઈ છે. જો આપણે જાન્યુઆરીથી અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી ગેસ સિલિન્ડરનાં ભાવમાં 165 રૂપિયાનો વધારો થયો છે.

આ પણ વાંચો –Covid-19 / રસીકરણ અભિયાનને મળ્યો વેગ, દેશમાં ફરી એકવાર 1 કરોડથી વધુ રસીનો ડોઝ અપાયો

નોંધપાત્ર વાત એ છે કે, રાહુલ ગાંધી ઘણી વખત ટેક્સ ખંડણી, ખેડૂતોનાં પ્રદર્શન, ચીન, સુરક્ષાનાં મુદ્દાઓ, પેટ્રોલનાં દર, મોંઘવારી અને કોરોના અંગે સરકારને ટોણો મારતા રહે છે. તેમણે તાજેતરમાં કહ્યુ હતુ કે, મોદી સરકારે આપણા દેશનાં લોકશાહી મૂલ્યો પર હુમલા કરવાનું બંધ કરવું જોઈએ. બધું મોંઘુ થઈ રહ્યું છે – ગ્રાહકો પરેશાન છે. પરંતુ શું તેનાથી નાના ઉત્પાદક, દુકાનદાર અથવા ખેડૂતને કોઈ લાભ મળી રહ્યો છે? ના! કારણ કે આ મોંઘવારી વાસ્તવમાં મોદી સરકારનો આડેધડ કરવેરા સંગ્રહ છે.