ઉના/ યુવતીની વારંવાર સગાઇ તોડાવી નાખવા વોટ્સએપ ઉપર મંગેતરને ધમકી, જાણો શું છે સમગ્ર ઘટના

યુવતીની વારંવાર સગાઇ તોડાવી નાખવા વોટ્સએપ ઉપર ફોટા મેસેજ વાયરલ કરી મંગેતરને ધમકી આપી.ભાજપના જીલ્લા પંચાયતના સભ્યનો છેડતી કરતી કરનાર શખ્સ ભાણેજ થતો હોવાનો યુવતીનો આક્ષેપ..

Top Stories Gujarat Others
નવાબંદર

ઉનાના નવાબંદર ગામે રહેતી યુવતીને એકાદ વર્ષથી સતત પરેશાન કરી છેડતી કરી પજવણી કરતા માથાભારે શખ્સે યુવતીની સગાઇ તોડાવી નાખવા તેના મંગેતરને ધાકધમકી આપી વોટ્સએપ પર ફોટા અને ખોટા મેસેજ કરી બિભસ્ત વર્તન કરતા લવારીયા શખ્સ સામે મરીન પોલીસ દ્રારા કોઇ પગલા નહી ભરાતા આખરે આ મામલો ગામના સરપંચ, આગેવાનો સમક્ષ જતાં મોટી સંખ્યામાં ગામ લોકો નવાબંદર મરીન પોલીસ સ્ટેશને દોડી ગયેલા અને ઉગ્ર રજુઆત કરી યુવતીને ન્યાય આપવાની માંગણી કરી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતા પોલીસે આખરે પજવણી કરનાર શખ્સ વિરૂધ્ધ છેડતી તેમજ ધાકધમકીની ફરીયાદ નોધી આરોપીની સોધખોળ શરૂ કરેલ છે.

પોલીસ સુત્રો માંથી મળેલ વિગત મુજબ નવાબંદર ગામના માછીમારી  વ્યવસાય સાથે સંકળાયેલા આબરૂદાર પરીવારની યુવતીને તેનાજ બાજુમાં રહેતા  નયન દાના બાંભણીયા તેમજ નાંદણ ગામે રહેતો નરેશ વિરા ચોહાણ નામના લવરીયા યુવતી ઘરની બહાર કામ સબબ બહાર જતી હોય ત્યારે અવાર નવાર તેનો પીછો કરી સીસકારી મારી બિભત્સ શબ્દો બોલતા હોય અને યુવતીની સગાઇ થયેલ તેના મંગેતરને  મોબાઇલ પર ફોટા તેમજ ખોટા મેસેજ કરીને સગાઇ તોડી નાખવાનું કહી નહી તોડવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી પરેશાન કરતો હોય આ અંગે યુવતીના પિતાએ જુનાગઢ સાઇબર ક્રાઇમમાં ફરીયાદ એકદા વર્ષ પહેલા કરેલી હતી. જેમાં આરોપી નયન દાના બાંભણીયાની ધરપકડ થયેલ હતી.

ત્યાર પછી પણ સતત આરોપી યુવતી અને તેના પરીવારને પરેસાન કરવાનું ચાલુ રાખતા અને ત્યાર બાદ યુવતીની સગાઇ બે માસ પહેલા તડ ગામે અક્ષય ચોહાણ નામના યુવક સાથે થયેલ હોય અને આ વાત નયન અને નરેશ નામના શખ્સોને થતાં બન્ને મળીને અક્ષયના ઘરે જઇ રાત્રીના ધાકધમકી આપી તુ સગાઇ તોડી નાખ નહી તો જાનથી મારી નાખવાની ધમકી આપતા આ યુવતીના મંગેતરના પરીવારજનો યુવતીના ઘરે આવી સંબંધ તોડી નાખવાની વાત કરતા આખરે યુવતીના પરીવારે સમાજના આગેવાનો તેમજ ગામના સરપંચ સોમવારભાઇ મજેઠીયા, દાનુભાઇ વિજાણંદ સોલંકી, રામુભાઇ રાજાભાઇ, હરીભાઇ રામભાઇ, હરકિશનભાઇ બાબુભાઇ સહીતના આગેવાનોને વાત કરતા મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામજનો મરીન પોલીસ સ્ટેશને દોડી ગયેલા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરતા મરીન પોલીસે આખરે આ આગેવાનોની રજુઆતને ધ્યાનમાં રાખી યુવતી અને તેના પરીવારની વ્યથા સાંભળી તાત્કાલીક યુવતીની ફરીયાદ દાખલ કરી બંન્ને શખ્સોની શોધખોળ શરૂ કરી ન્યાય આપવા આગેવાનો અને યુવતીના પરીવારને આશ્વાસન આપતા મામલો સાંત થયેલ હતો. આ બાબતે ના.કલેક્ટરને પણ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી આવેદન પત્ર આપ્યુ હતું.

યુવતીના પિતાએ જણાવેલ કે પોતાને દિકરીઓનો પરીવાર હોય અને આ માથાભારે શખ્સો દ્રારા વારંવાર પરીવારજનો પર ત્રાસ ગુજારતા હોય અને  પોતાની દિકરીના વારંવાર સગાઇ તોડાવી નાખવા ખોટા મેસેજ અને જ્યા સગાઇ કરી હોય તેવા દિકરીના મંગેતરોને ધાકધમકી આપી પરેશાન કરતા હોય પોલીસમાં વારંવાર ધક્કા ખાવા છતાં ન્યાય મળતો ન હોય જો ન્યાય નહી મળે તો મારા આખા પરીવાર સાથે જીદગીનો અંત લાવવા મજબુર બનવુ પડશે.

યુવતીએ ચોધારા આસુએ રડતા જણાવેલ કે આ બે માથાભારે શખ્સો વારંવાર પજવણી કરી સગાઇ તોડાવી નાખતા હોય અને આ શખ્સોના કારણે મારો અભ્યાસ પણ છોડી દેવા મજબુર બનવુ પડેલ છે. આ શખ્સો ભાજપના જીલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ પ્રમુખનો ભાણેજ થતો હોવાના કારણે રાજકીયવગ ધરાવતા હોવાથી અમને ન્યાય મળતો નથી.

યુવતીના આક્ષેપ બાદ જીલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ હરીભાઇ સોલંકીનો ટેલીફોનીક સંપર્ક કરતા જણાવેલ કે આ ઘટના સાથે મારે કોઇ લેવા દેવા નથી અને આરોપી મારા કોઇ સગા સંબંધી થતા નથી. મને રાજકીય રીતે આ ઘટના સાથે સાંકળીને બદનામ કરવા વિરોધીઓ કાવતરૂ રચી રહ્યા છે.

આ પણ વાંચો:વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારતનો સમાવેશ, GDP 854.7 અરબ ડોલર, બ્રિટન સરક્યું, જાણો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો:03 સપ્ટેમ્બર 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:નીતિશ કુમારની પાર્ટીને મોટો ફટકો, જેડીયુના 5 ધારાસભ્યો બીજેપીમાં જોડાયા