જૂનાગઢ/ દાણાપીઠ વિસ્તારમાં વેપારીએ મજૂરને માર માર્યો, ગિરિરાજ અગરબત્તીના માલિક અને પુત્ર સામે ફરિયાદ

ગિરિરાજ અગરબત્તીના માલિક કિશોરભાઈ અને પુત્ર ભાવિને માર માર્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.. આ બાબતે મજુર અશફાકને ઇજાઓ થતાં

Gujarat Others
ગિરિરાજ અગરબત્તીના

જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં મજુરને વેપારી પિતા પુત્રએ માર મારતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઇજાગ્રસ્ત મજૂર  હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અ 7 દાણાપીઠ વિસ્તારમાં વેપારીએ મજૂરને માર માર્યો, ગિરિરાજ અગરબત્તીના માલિક અને પુત્ર સામે ફરિયાદ

મળતી માહિતી અનુસાર, જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં પીપળા ખડકીમાં એક મજૂરને વેપારી પિતા પુત્ર એ માર માર્યાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મજૂર અશફાકભાઈએ જણાવ્યું કે તે પહેલા દાણાપીઠ વિસ્તારમાં આવેલ ગિરિરાજ અગરબત્તીમાં કામ કરતા હતા અને ત્યાંથી છુટા થઈ અન્ય દુકાને કામ કરવા લાગ્યા જેનું મનદુઃખ રાખી ગિરિરાજ અગરબત્તીના માલિકના પુત્ર ભાવીને મજૂરને ગાળો બોલવા લાગેલ અને બાદમાં મજૂરે ગાળો બોલવાની ના પાડતા બંને પિતા પુત્ર ઉશ્કેરાઈ જાય અને મજૂર અશફાક પર હુમલો કર્યો હતો.

આમ ગિરિરાજ અગરબત્તીના માલિક કિશોરભાઈ અને પુત્ર ભાવિને માર માર્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.. આ બાબતે મજુર અશફાકને ઇજાઓ થતાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર બાબતે હાલ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:યુવતીની વારંવાર સગાઇ તોડાવી નાખવા વોટ્સએપ ઉપર મંગેતરને ધમકી, જાણો શું છે સમગ્ર ઘટના

આ પણ વાંચો:વિશ્વની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થામાં ભારતનો સમાવેશ, GDP 854.7 અરબ ડોલર, બ્રિટન સરક્યું, જાણો સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો:03 સપ્ટેમ્બર 2022નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…