Gandhinagar News: ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘના પ્રમુખ ભીખા પટેલ સામે અરજી કરવામાં આવી છે. તેમની સામે એસીબીમાં અરજી કરવામાં આવે છે. ફરજ પ્રત્યેની અનિયમિતતાના લીધે અરજી કરવામાં આવી છે. નાણાકીય ઉચાપતને લઈને પણ એસીબીમાં અરજી કરવામાં આવી છે.
તેમના પર આરોપ છે કે તેમણે છેલ્લા 19 વર્ષથી વિદ્યાર્થીઓને ભણાવ્યા વગર પગાર લીધો છે. આ ઉપરાંત તેમની વૈભવી જીવનશૈલીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામાન્ય શિક્ષક કે શિક્ષક સંઘનો પ્રમુખ આટલી વૈભવી જીવનશૈલીમાં કઈ રીતે જીવી શકે તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે. આ સવાલ બીજા કોઈએ નહીં પણ દાહોદના જ શિક્ષક બળવંતસિંહ ડાંગરે ઉઠાવ્યા છે. આ ઉપરાંત બળવંતસિંઘ ડાંગરનો આરોપ છે કે ભીખા પટેલ યુનિયનના નેતા હોઈ શિક્ષણ વિભાગ અને સંલગ્ન કચેરીઓ પણ તેમને છાવરી રહી છે. આમ હવે શિક્ષક યુનિયનની અંદર પણ માથાકૂટ શરૂ થઈ ગઈ છે. શિક્ષક સંઘના પ્રમુખ સામે જ એસીબી તપાસને માંગ કરી તેવું પહેલી વખત બન્યું છે.
તેમણે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરના હુકમનો અનાદર કર્યો છે. કૂલ-ઇન પીરિયડમાં સીઆરસી હેડને ચાર્જ સોંપવાનો હોય છે. એક વર્ષના કૂલ-ઇન પીરિયડમાં નિયમ વિરુદ્ધ બદલી કરવામાં આવી છે. સંગઠનમાં જઈ અનેક ખોટા બિલ મૂકી નાણાની ઉચાપત કર્યાનો આરોપ છે. સંલગ્ન કચેરીએ ભીખા પટેલને છાવરવા ખોટા ઠરાવ પાસ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે.
આ અંગે ભીખાભાઈનું કહેવું છે મારી પાસે કોઈ જમીન નથી. મેં મકાન લીધું તેની લોન બોલે છે. મારી પર 40 લાખ રૂપિયાનું દેવું છે. મારા પરના આરોપ ખોટા છે. બળવંતસિંહ ડાંગર સામે હું માનહાનિનો કેસ કરીશ એમ તેમણે જણાવ્યું છે. તપાસ પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો