કોર્ટ/ દેશમાં ઓક્સિજનથી કોઇની મોત થઇ નથી તે મામલો કોર્ટમાં,મંત્રી મનસુખ માંડવીયા વિરૂદ્વ અરજી

કોર્ટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના આરોગ્ય પ્રધાન ભારતી પ્રવીણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે સુનાવણી માટે 28 જુલાઈની તારીખ નક્કી કરી છે.

Top Stories
ગુજરાતમાં કોરોનાને કારણે આટલા ડોકટરો, નર્સો અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરોએ ગુમાવ્યા જીવ : મનસુખ માંડવિયા

ઓક્સિજનના કારણે કોઈ મોત થઇ નથી તે મામલે  નિવેદનની વાત હવે કોર્ટમાં પહોંચી ગઈ છે. ગુરુવારે મુઝફ્ફરપુરની સીજેએમની કોર્ટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના આરોગ્ય પ્રધાન ભારતી પ્રવીણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે સુનાવણી માટે 28 જુલાઈની તારીખ નક્કી કરી છે.

આહિયાપુરના ભીખનપુરામાં રહેતી તમન્ના હાશ્મીએ તેના એડવોકેટ સૂરજકુમાર મારફતે ફરિયાદ નોંધાવી છે. જેમાં રાજ્યમંત્રી ભારતી પ્રવીણના નિવેદન સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે તેમના ગામમાં વેન્ટિલેટર અને ઓક્સિજનના અભાવને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. ફરિયાદીએ રાજ્ય પ્રધાનના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે. કોર્ટે ફરિયાદ સ્વીકારી લીધી છે. આ મામલાની સુનાવણી 28 જુલાઈએ થશે.

નોંધપાત્ર વાત એ છે કે કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં જણાવ્યું હતું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોથી આવી કોઈ માહિતી મળી નથી કે કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનના અભાવને કારણે કોઈ મૃત્યુ થયું છે. આરોગ્ય મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે શું ઓક્સિજનના અભાવને કારણે મોટી સંખ્યામાં કોવિડ -19 દર્દીઓ રસ્તા પર અને હોસ્પિટલોમાં મૃત્યુ પામ્યા છે. રાજ્યસભામાં સરકારે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો નિયમિત ધોરણે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને કોરોનાને કારણે થતાં મૃત્યુ વિશેની માહિતી આપે છે. પરંતુ કોઈ પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશએ ઓક્સિજનના અભાવને કારણે થયેલા મૃત્યુ અંગે માહિતી આપી નથી.