વડોદરા/ ચૂંટણી પ્રચારમાં છવાયો પેટ્રોલ ડિઝલનો ભાવવધારો, કોંગ્રેસના ઉમેદવારે કાઢી સાયકલ ઉપર રેલી

ચૂંટણી પ્રચારમાં છવાયો પેટ્રોલ ડિઝલનો ભાવવધારો, કોંગ્રેસના ઉમેદવારે કાઢી સંકલ ઉપર રેલી

Gujarat Vadodara Trending
rudrabhishek 10 ચૂંટણી પ્રચારમાં છવાયો પેટ્રોલ ડિઝલનો ભાવવધારો, કોંગ્રેસના ઉમેદવારે કાઢી સાયકલ ઉપર રેલી

કોરોનાએ લોકોને કમર તોડી નાખી છે. લોક ડાઉન માં કામ ધંધા અને નોકરી વિના લોકો બેહાલ બન્યા છે. તેવામાં મોંઘવારીનો બેવડો માર લોકોને કળ નથી લેવા દઈ રહ્યો. એવામાં રોજે રોજ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો. ત્યારે આ ચંતની પ્રચારમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને પેટ્રોલ ડીઝલ ગેસ સહિતના ભાવ વધારાને મુદ્દો બનાવ્યો છે.

વડોદરા કોંગ્રેસના ઉમેદવારે મોંઘવારી અને વધતા પેટ્રોલના ભાવને લઈને સાયકલ ઉપર પ્રચાર કરવાનું નક્કી કર્યું છે. વડોદરામાં કોંગ્રેસનાં ઉમેદવારો સાયકલ પર ચૂંટણી પ્રચારમાં નિકળ્યા હતા. પેટ્રોલ ડીઝલમાં ભાવવધારાનો સાયકલ ફેરવી વિરોધ નોધાવ્યો હતો. પ્રજા પર કમરતોડ ભાવવધારા સામે અનોખો વિરોધ પ્રગટ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ ગેસ સીલીન્ડર ના વધતા ભાવને લઇ પોતાના પ્રચારમાં ગેસ સીલીન્ડર પર બેસીને પ્રચાર કર્યો હતો.

અસમ / ‘મહાબાહુ-બ્રહ્મપુત્રા’નું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રહેશે ઉપસ્થિત

વડોદરા / કલેક્ટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું..! ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની વધુ એક દબંગાઈ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ