ભાવ વધારો/ પાકિસ્તાનમાં પેટ્રેાલ-ડીઝલના ભાવ આસમાને,જાણો પ્રતિ લીટર કેટલો ભાવ વધ્યો

નોટિફિકેશન મુજબ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો 10 રૂપિયાથી 12 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી છે.

Top Stories India
17 3 પાકિસ્તાનમાં પેટ્રેાલ-ડીઝલના ભાવ આસમાને,જાણો પ્રતિ લીટર કેટલો ભાવ વધ્યો
પાકિસ્તાન સરકારે ફરી એકવાર પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો છે. પાકિસ્તાન સરકારના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો 10 રૂપિયાથી 12 રૂપિયા પ્રતિ લીટર સુધી વધી છે. આ વધારા બાદ પેટ્રોલની કિંમત 159.86 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. પેટ્રોલના વધેલા ભાવે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પાકિસ્તાનના અગ્રણી અખબાર ડૉનના અહેવાલ અનુસાર, પેટ્રોલ અને ડીઝલની આ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે અને અત્યાર સુધી તેમની કિંમતો એકસાથે આટલી આટલી પહેલા ક્યારેય વધી નથી.

પાકિસ્તાનના નાણા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં અચાનક વધારો થયો છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમત 2014 પછીના સર્વોચ્ચ સ્તરે છે. સરકારે અગાઉ 15 જાન્યુઆરીએ પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોમાં વધારો કર્યો હતો. તે સમયે પેટ્રોલની કિંમત 3.01 રૂપિયા વધીને 147.83 રૂપિયા પ્રતિ લીટર થઈ હતી.

આ વધારા બાદ પેટ્રોલની કિંમત 159.86 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. પેટ્રોલના વધેલા ભાવે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પાકિસ્તાનના અગ્રણી અખબાર ડૉનના અહેવાલ અનુસાર, પેટ્રોલ અને ડીઝલની આ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે અને અત્યાર સુધી તેમની કિંમતો એકસાથે આટલી આટલી પહેલા ક્યારેય વધી નથી.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ પહેલા પેટ્રોલની કિંમત 147.83 રૂપિયા હતી, જેમાં 12.03 રૂપિયાનો વધારો થયો છે અને હવે પેટ્રોલની કિંમત 159.86 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ડીઝલની કિંમતમાં 9.53 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે અને હવે તેની કિંમત 155.15 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.