Not Set/ ગ્રેટર નોયડામાં હેલ્મેટ પહેર્યા વિના નહી મળે પેટ્રોલ, શરૂ કરી નો હેલ્મેટ નો ફ્યૂલ યોજના

પોલીસ દ્વારા અવાર-નવાર લોકોને હેલ્મેટ પહેરવાનું સુચન આપવામાં આવતુ હોય છે પરંતુ કોણ તે નિયમનું પાલન કરે અને કોણ પહેરે હેલ્મેટ. હેલ્મેટ ન પહેરવાના લોકો ઘણા કારણો આપતા રહે છે, જેવા કે, વાળ બગડી જાય છે, માંથુ દુખાય છે, ફાવતુ નથી વગેરે. પરંતુ હવે હેલ્મેટ પહેરવુ જરૂરી તો છે જ પરંતુ લોકોની મજબૂરી પણ બની […]

Top Stories India
image 1558104413762003 q1iekipc6y ગ્રેટર નોયડામાં હેલ્મેટ પહેર્યા વિના નહી મળે પેટ્રોલ, શરૂ કરી નો હેલ્મેટ નો ફ્યૂલ યોજના

પોલીસ દ્વારા અવાર-નવાર લોકોને હેલ્મેટ પહેરવાનું સુચન આપવામાં આવતુ હોય છે પરંતુ કોણ તે નિયમનું પાલન કરે અને કોણ પહેરે હેલ્મેટ. હેલ્મેટ ન પહેરવાના લોકો ઘણા કારણો આપતા રહે છે, જેવા કે, વાળ બગડી જાય છે, માંથુ દુખાય છે, ફાવતુ નથી વગેરે. પરંતુ હવે હેલ્મેટ પહેરવુ જરૂરી તો છે જ પરંતુ લોકોની મજબૂરી પણ બની રહેશે. નોયડા-ગ્રેટર નોયડા એટલે કે સમગ્ર ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં આજથી એક યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના મુજબ નો હેલ્મેટ, નો ફ્યૂલ.

petrol pump and helmet ગ્રેટર નોયડામાં હેલ્મેટ પહેર્યા વિના નહી મળે પેટ્રોલ, શરૂ કરી નો હેલ્મેટ નો ફ્યૂલ યોજના

આ યોજના શરૂ કરતા પહેલા જિલ્લાધિકારીએ વાહન ચાલકો અને પેટ્રોલ પંપોને નિર્દેશ જાહેર કર્યો હતો. આ વિશે ડીએમ બી એન સિંહનું કહેવુ છે કે, જિલ્લામાં ટૂ વ્હિલર વાહન ચાલકો માટે હેલ્મેટનાં પ્રયોગને સુનિશ્ચિત કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. જે મુજબ હેલ્મેટ નહી પહેરનારને પંપો પર પેટ્રોલ નહી મળી શકે. આ નિયમનો ભંગ કરતા ટૂ વ્હિલર વાહન ચાલકો પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ યોજનાને ભંગ કરનાર કે પછી કોઇ જોર જબરદસ્તીથી પેટ્રોલ પંપનાં કર્મચારીઓ સામે અભદ્રતા કરતા પેટ્રોલ ભરાવશે કે તેવો પ્રયત્ન પણ કરશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

તંત્ર દ્વારા સીસીટીવીથી તપાસ કરવામાં આવશે અને તે દ્વારા આ યોજનાનું અનાદર કરનારની ઓળખ પણ કરવામાં આવશે. સામાન્ય લોકોને તંત્રએ અપીલ કરી છે કે હેલ્મેટ લગાવીને વાહન ચલાવે. આ તમારા જીવનને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થઇ શકે છે.