Not Set/ ગૃહમંત્રી તરીકે અમિત શાહે સંભાળ્યો ચાર્જ,આ હશે પડકારો

દિલ્હી, મોદી સરકાર 2.0 ના ગૃહમંત્રી અમિત શાહે  શનિવારે ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે ગૃહમંત્રાલયની ઓફીસને ખુબ જ સારી રીતે સજાવવામાં આવી હતી. ઉત્તર બ્લોકમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અમિત શાહનું સ્વાગત કર્યું. અમિત શાહે  ઓફિસમાં ચાર્જ લીધા પછી રાજ્યકક્ષાના ગૃહમંત્રી જી કિશન રેડ્ડી તેમને મળ્યા હતા. પીએમ બાદ ગૃહપ્રધાનના ખાતાને મહત્વપૂર્ણ  માનવામાં આવે છે […]

Top Stories India
dgbfgvm 8 ગૃહમંત્રી તરીકે અમિત શાહે સંભાળ્યો ચાર્જ,આ હશે પડકારો

દિલ્હી,

મોદી સરકાર 2.0 ના ગૃહમંત્રી અમિત શાહે  શનિવારે ચાર્જ સંભાળ્યો છે. આ પ્રસંગે ગૃહમંત્રાલયની ઓફીસને ખુબ જ સારી રીતે સજાવવામાં આવી હતી. ઉત્તર બ્લોકમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અમિત શાહનું સ્વાગત કર્યું. અમિત શાહે  ઓફિસમાં ચાર્જ લીધા પછી રાજ્યકક્ષાના ગૃહમંત્રી જી કિશન રેડ્ડી તેમને મળ્યા હતા. પીએમ બાદ ગૃહપ્રધાનના ખાતાને મહત્વપૂર્ણ  માનવામાં આવે છે અને શાહ પદ સંભાળ્યા બાદ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગુજરાતમાં મોદી સરકારમાં ગૃહમંત્રી હતા.

શાહ પહેલા, ગૃહ મંત્રાલય અગાઉ રાજનાથ સિંહ દ્વારા સંભાળવામાં આવી હતી. આ વખતે રાજનાથને સંરક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે અગાઉ ડિફેન્સ મીનીસ્ટ્રી સંભાળતા નિર્મલા સિતારામનને ફાઇનાન્સ પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે.

કાશ્મીર,એનઆરસી પર શું હશે વલણ

બીજેપીના રાષ્ટ્રીય પ્રેસીડન્ટ તરીકે અમિત શાહએ કાશ્મીરના મુદ્દે પર બે રાય આપી છે કે કલમ 370 અને પેટા કલમ 35-એ પર તરત જ નિર્ણય લેવામાં આવે. નાગરિકતા સંશોધન કાનૂન બીજેપીના માટે ચૂંટણીનો મુદ્દો રહ્યો છે. હવે ગૃહમંત્ર તરીકે શાહનું  વલણ  જોવું રસપ્રદ રહેશે.

કોણ હશે અધ્યક્ષ?

અમિત શાહના કેબિનેટમાં જોડાયા પછી બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે હવે ભાજપ અધ્યક્ષની જવાબદારી કોને આપવામાં આવે. હાલ નવા અધ્યક્ષની દોડમાં જેપી નડ્ડાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.જે પી નડ્ડાને મોદી સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે સ્થાન નથી મળ્યું જે સુચવે છે કે તેઓ ભાજપના અધ્યક્ષ બની શકે છે.નવા અધ્યક્ષને એક સાથે ઘણી પડકારોનો સામનો કરવો પડશે. આગામી વર્ષમાં મહત્વપૂર્ણ વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષના પ્રદર્શનને જાળવી રાખવાનો પડકાર જ નહીં પરંતુ તેમને અમિત શાહની કસોટી પર પણ કસવામાં આવશે.