Not Set/ સરકારની જાહેરાત પછી પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10માં દિવસે પણ થયો વધારો, જાણો કેટલાં ભાવો વધ્યાં

અમદાવાદ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં મોદી સરકારે પેટ્રોલ-ડિઝલમાં ૨.૫૦  રૂપિયાનો ઘટાડો કર્યા પછી આજે દસમા દિવસે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો ચાલુ રહ્યો છે.સોમવારે પેટ્રોલના ભાવમાં 6 પૈસાનો અને ડીઝલના ભાવમાં 19 પૈસાનો વધારો થયો છે.આ વધારા પછી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 79.75 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો હતો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 82.72 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો હતો,જ્યારે ડીઝલનો ભાવ […]

Top Stories India
petrol diesel સરકારની જાહેરાત પછી પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં 10માં દિવસે પણ થયો વધારો, જાણો કેટલાં ભાવો વધ્યાં

અમદાવાદ

ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં મોદી સરકારે પેટ્રોલ-ડિઝલમાં ૨.૫૦  રૂપિયાનો ઘટાડો કર્યા પછી આજે દસમા દિવસે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો ચાલુ રહ્યો છે.સોમવારે પેટ્રોલના ભાવમાં 6 પૈસાનો અને ડીઝલના ભાવમાં 19 પૈસાનો વધારો થયો છે.આ વધારા પછી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 79.75 રૂપિયા પ્રતિ લીટર પહોંચ્યો હતો.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 82.72 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો હતો,જ્યારે ડીઝલનો ભાવ 75.38 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે.

મહત્વનું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મળીને પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે ગુરૂવારનાં રોજ પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં રૂ. 1.5 જેટલી એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી હતી. ઓઇલ કંપનીઓને 1 રૂપિયો અને રાજ્યોને 2.5 રૂપિયા સુધી ઘટાડવાની અપીલ પણ કરાઇ હતી.

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઘણાં બધાં રાજ્યોએ કેન્દ્ર સરકારની અપીલ બાદ પેટ્રોલ-ડિઝલનાં ભાવ ઘટાડ્યાં હતાં. આમ, શુક્રવારનાં રોજ ઘણાં બધાં રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં લીટર દીઠ રૂ.5 સુધીનો ઘટાડો જોવાં મળ્યો હતો.

સરકારની આ જાહેરાત પછી પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા નવેક દિવસમાં પેટ્રોલના ભાવમાં 1.22 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે જયારે ડિઝલમાં તો 2.43 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો થઇ ચૂક્યો છે. ડિઝલના ભાવ વધતાં બજાર પર તેની વ્યાપક અસર પહોંચી રહી છે. તમામ ચીજવસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે જેથી ગરીબ વર્ગની મુશ્કેલી વધી છે. કારમી મોંઘવારીમાં જીવન જીવવુ દોહ્યુ બન્યુ છે જેથી લોકોમાં રોષ ભભૂક્યો છે.