Not Set/ આ છે ઈંધણને જીએસટીના માળખામાં નહિં લાવવાનું રહસ્ય

કોરોનાના કપરા કાળમાં ૨૦૨૦-૨૧ના વર્ષમાં સરકારે ત્રણ લાખ ૭૧ હજાર ૯૦૮ કરોડ રૂપિયાની સરકારે કમાણી કરી આમાં ક્યાંથી સરકાર બીજું વિચારે ? સીધો સવાલ

Business
bandk 1 5 આ છે ઈંધણને જીએસટીના માળખામાં નહિં લાવવાનું રહસ્ય

ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિપાવલી પર્વની ભેટ આપતા હોય તેમ બીજી નવેમ્બરે પેટ્રોલ અને ડિઝલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ક્રમશઃ રૂા. પાંચ અને દસ રૂપિયા ઘટાડવાની જાહેરાત કરી હતી જેના પગલે રાજ્ય સરકારોએ પણ પોતાનો વેરો ઘટાડ્યો હતો અને અન્ય કેટલીક રાજ્ય સરકારોએ પોતાનો સ્થાનિક વેરો પણ ઘટાડતા પેટ્રોલ અને ડિઝલ બન્ને સસ્તા થયા હાત. ગુજરાતમાં તો પેટ્રોલના ભાવમાં રૂપિયા ૧૭નો અને ડિઝલના ભાવમાં રૂા.૧૨નો ઘટાડો થયો હતો. ટુંકમાં લોકોએ પેટ્રોલ અને ડિઝલ એટલું સસ્તુ પડ્યું હતું. આનું કારણ એ હતું કે લોકો ખુશી થઈ ગયા હતા. અને આ સાચા અર્થમાં આ ભાવ ઘટાડાને આવકાર્યો પણ હતો. આ એવું પ્રશસ્ય પગલું હતું તેમાં કોઈ વાંધો નથી લોકોએ રાહતની લાગણી પણ અનુભવી હતી. સરકારે તે દિવસ પોતાની તીજાેરી પર મોટું ભારણ પડ્યો હોવાનો પણ દાવો કર્યો હતો.

jio next 5 આ છે ઈંધણને જીએસટીના માળખામાં નહિં લાવવાનું રહસ્ય
કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નીર્મલા સીતારામને તાજેતરમાં છેલ્લા ત્રણ વર્ષમાં કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડિઝલની એક્સાઈઝ ડ્યુટી પેટે જે મબલખ આવક થઈ હતી તેના આંકડા જાહેર કર્યા હતા. આ આંકડા સરકારના કમાણીના સાધનોમાં કે બીજા અર્થમાં કહીએ તો સરકારની તીજાેરી ભરવામાં પેટ્રોલ અને ડિઝલનો કેટલો હિસ્સો છે તેની પણ પ્રતિતિ થાય છે કેન્દ્રના નાણામંત્રીએ કરેલી જાહેરાત પ્રમાણે પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ૮ લાખ કરોડથી વધુ રકમની આવક થઈ છે. આ પૈકી ૩.૭૧ લાખ કરોડની આવક તો ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષે એટલે કે ૨૦૨૦ના એપ્રિલ માસથી ૨૦૨૧ના માર્ચ માસ સુધીમાં થઈ છે. અત્યારે ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષના પ્રથમ ૮ માસ અને ૧૫ દિવસ પસાર થઈ ચૂક્યા છે. અને ૨૦૨૧ની મે બાદ જે ભાવ વધારો થયો છે તે તો ચોંકાવનારો છે. કારણ કે બીજી મે ૨૦૨૧ થી ૨૦૨૧ના ઓક્ટોબર સુધીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવો ધરખમ રીતે વધ્યા છે. એટલે વર્તમાન નાણાંકીય વર્ષની આવક કદાચ ચાર લાખ કરોડને પણ વટાવી જાય તો કોઈને આશ્ચર્ય નહિં થાય.

petrol 02 આ છે ઈંધણને જીએસટીના માળખામાં નહિં લાવવાનું રહસ્ય
લોકસભામાં પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે ૨૦૧૮માં પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી ૧૯.૪૮ રૂપિયા હતી જે ઓક્ટોબરમાં વધીને રૂા.૨૭.૯૦ થઈ છે. આ એક્ લિટર પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટી છે. જ્યારે ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પણ આના કરતા ધરખમ વધારો થયો છે. આ અંગે સત્તાવાર રીતે જે આંકડા અપાયા છે તે પ્રમાણે બીજી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટી વધીને અનુક્રમે ૩૨.૯૮ રૂપિયા અને ૩૧.૯૩ રૂપિયા થઈ હતી. જાે કે દિપાવલીના તહેવારો સમયે આ ડ્યુટી ઘટીને અનુક્રમે રૂા.૨૭.૯૦ અને રૂા.૨૧.૮૦ પૈસા થઈ હતી. આ શું સૂચવે છે ? કોરોના કાળ અને લોકડાઉન જેવા કપરા સમયગાલામાં એટલે કે ૨૦૨૦ માર્ચથી ૨૦૨૧ એપ્રિલના સમયગાળામાં પણ આ આવક ધરખમ વધી હતી અને અગાઉના બન્ને વર્ષ કરતા વધી હતી. ભારત પેટ્રોલ અને ડિઝલનો વપરાશ પણ વધારે છે. લોકોને આ બે વસ્તુ વધારે ફાવે છે. અગાઉના વર્ષો કરતા વપરાશમાં પણ ધરખમ વધારો થયો છે તે વાતની નોંધ લીધા વગર ચાલી શકે તેમ નથી આંકડાઓ પ્રમાણે નવેમ્બર ૨૦૨૧માં તાત્કાલીક અસરથી સરકારે જે રીતે ભાવો ઘટાડ્યા ત્યારબાદ પણ અગાઉના સમયગાળા કરતા પેટ્રોલ અને ડિઝલનો વપરાશ ૧૦ ટકા વધ્યો છે.

petrol 3 આ છે ઈંધણને જીએસટીના માળખામાં નહિં લાવવાનું રહસ્ય
જાે કે આ દેશમાં પેટ્રોલ કરતા ડિઝલનો વપરાશ વધારે છે. માલ વહન કરતી ટ્રક, ખાનગી અને જાહેર ક્ષેત્રની ઉતારૂ બસમાં પણ ડિઝલનો વપરાશ જ થાય છે. એટલે કે પેટ્રોલ કરતા ડિઝલ વધુ વપરાશ છે જે આવકના મુખ્ય સોર્સ પેટ્રોલ અને ડિઝલ પરની આવક જ છે તેમ સહેલાઈથી કહી શકાય તેમ છે તે તો નોંધવું જ પડે તેમ છે આ ગત વર્ષે જે સત્તાવાર આંકડા જાહેર થયેલા તે પ્રમાણે દેશમાં ગુજરાત અને ગુજરાતમાં કચ્છ ડિઝલના વપરાશના મામલે મોખરે હતું.

petrol 1 આ છે ઈંધણને જીએસટીના માળખામાં નહિં લાવવાનું રહસ્ય
હવે સરકારે એટલે કે નાણામંત્રીે સત્તાવાર રીતે જે આંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે ૨૦૧૮ – ૧૯ના વર્ષમાં સરકારને પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઈઝ ડ્યુટીના સ્વરૂપમાં રૂા.૨,૧૦,૨૮૨ કરોડ રૂપિયા બે લાખ દસ હજાર ૨૮૨ કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે ૨૦૧૯-૨૦ના વર્ષમાં ૨,૧૯,૭૫૦ કરોડ બે કરોડ ૧૯ લાખ ૭૫૦ કરોડની આવક થઈ હતી. જ્યારે ૨૦૨૦-૨૧માં ૩,૭૧,૯૦૮ કરોડ ૩ કરોડ ૭૧ લાખ ૯૦૮ કરોડની આવક થઈ હતી. આ ત્રણ વર્ષનો સરવાળો ત્રણ લાખ ૭૧ લાખ અને ૯૦૮ કરોડ રૂપિયા થાય છે. જે એક વાત સાબિત કરે છે કે ભૂતકાળના બે વર્ષ કરતા ત્રીજા વર્ષમાં સરકારે વધુ કમાણી ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં કરી છે. હજી ૨૦૨૧-૨૨ના નાણાકીય વર્ષના પ્રથમ સપ્તાહમાં જે નાણાકીય આવક મળી છે. એટલે કે સરકારી તીજાેરીમાં કેટલા નાણા પહોંચી ચૂક્યા છે. તેની ખબર ચાલુ નાણાંકીય વર્ષના આંકડા જાહેર થશે ત્યારે જ પડી શકશે.

PETROL આ છે ઈંધણને જીએસટીના માળખામાં નહિં લાવવાનું રહસ્ય
આ તો આપણે કેન્દ્ર સરકારને કેટલી વધુ આવક આના કારણે થઈ તે વાત કરી પરંતુ રાજ્ય સરકારને થયેલી આવકનો આંક બહાર કાઢશું તો ખબર પડશે દેશમાં મોટા ભાગની રાજ્ય સરકારોની વેટ કે તેના જેવા સ્થઆનિક વેરાની ટકાવારી જરાય ઓછી તો નથી ભલે વેટના દરમાં ગુજરાત અન્ય રાજ્યો કરતા ત્રીજા કે ચોથા નંબરે હોય પરંતુ ડિઝલનો વપરાશ તો ઉપર જણાવી ગયા તે પ્રમાણે ગુજરાતમાં જ વધારે છે. તે વાત નોંધ્યા વગર ચાલી શકે તેમ છે જ નહિં તે પણ વાસ્તવિકતા છે.

petrol 4 આ છે ઈંધણને જીએસટીના માળખામાં નહિં લાવવાનું રહસ્ય
આ બધા આંકડાઓનો વપરાશ કર્યા બાદ નિષ્ણાતો કહે છે કે કેન્દ્ર અને રાજ્ય એ બન્ને સરકારોને ધૂમ આવક મળતી હોય તો પછી જીવન જરૂરી ચીજાેના ભાવાંક સાથે સંકળાયેલી આ બન્ને ચીજાેના ભાવ ક્યાંથી ઘટવાના હતા ? સરકાર માટે આ આવકનું મુખ્ય સોર્સ છે. હોય પછી તેને જીએસટીમાં સમાન દરનાં માળખામાં લાવવાનું પગલું શા માટે ભરે ? આ પણ એક મહત્વનો પ્રશ્ન છે.

પશ્ચિમ બંગાળ / યુનેસ્કોએ બંગાળની દુર્ગા પૂજાને હેરિટેજ લિસ્ટમાં કરી સામેલ 

National / છોકરીઓના લગ્નની વયમર્યાદા વધારવાની તૈયારી, આ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ

મુંબઈમાં ઓમિક્રોન / મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ, આજથી કલમ 144નો અમલ થશે

Bank Strike / આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, ત્રણ દિવસ સુધી કામ નહીં થાય, જાણો કારણ