Vaccine/ નોર્વેમાં કોરોના રસી લીધા બાદ 13 લોકોના મોત, પ્રશ્નાર્થ હેઠળ ફાઈઝર રસી

નોર્વેમાં કોરોના રસી લીધા બાદ 13 લોકોના મોત, પ્રશ્નાર્થ હેઠળ ફાઈઝર રસી

Top Stories World
અરવિંદ શર્મા 2 નોર્વેમાં કોરોના રસી લીધા બાદ 13 લોકોના મોત, પ્રશ્નાર્થ હેઠળ ફાઈઝર રસી

નોર્વેમાં ફાઈઝરની કોરોના વાયરસની રસી લાગુ કર્યા પછી 13 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશની મેડિસિન એજન્સીએ ચેતવણી આપી છે કે રસી આપવા માટે લોકોની પસંદગી સાવધાની પૂર્વક કરવામાં આવે. દેશમાં અત્યાર સુધીમાં 33 હજાર લોકોને ફાઇઝર કંપનીની કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. હવે ઘણા લોકોને રસી અપાયા પછી, નોર્વેમાં 29 લોકોમાં આડઅસરો જોવા મળી છે.

નવા વર્ષના ચાર દિવસ બાદ નોર્વેમાં ફાઈઝરની કોરોના વાયરસની રસી લાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ કોરોના વાયરસની રસી દેશના 33 હજાર લોકોને લાગુ કરવામાં આવી છે. નોર્વેમાં પહેલેથી જ જાહેરાત કરવામાં આવી હતી કે કોરોના રસીની આડઅસર થશે. હવે ઘણા લોકોને રસી આપ્યા પછી, નોર્વેજીયન મેડિસિન એજન્સીએ કહ્યું છે કે 29 લોકોમાં આડઅસર જોવા મળી છે, જેમાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે.

રશિયન સમાચાર એજન્સી સ્પુટનિકના અહેવાલો અનુસાર, નોર્વેજીયન તબીબી એજન્સી સ્ટેઇનર મેડસેને દેશના રાષ્ટ્રીય પ્રસારણકર્તા એનઆરકે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘આ 13 મૃત્યુમાંથી નવમાં  ગંભીર આડઅસર અને 7 લોકોમાં ઓછી ગંભીર આડઅસરો છે. નોર્વેમાં, કુલ 23 મૃત્યુ રસીકરણ સાથે જોડાયેલા છે. તેમાંથી 13 લોકોની તપાસ અત્યાર સુધી કરવામાં આવી છે.

ફાઈઝરને કોરોના વાયરસની રસી લીધા બાદ ડોક્ટર ગંભીર રીતે બીમાર છે અને  આઈસીયુમાં દાખલ થયા હતા.

‘મૃત્યુ પામનારા મોટાભાગના 80 વર્ષ ની ઉપરના છે.

મેડસેને કહ્યું કે મૃત્યુની તપાસ કરનારાઓમાં નબળા, વૃદ્ધ લોકો પણ હતા જે નર્સિંગ હોમ્સમાં રહેતા હતા. મૃત્યુ પામનારાઓમાં, મોટાભાગનાની ઉમર 80 વર્ષથી ઉપરની હતી. તેમણે કહ્યું, ‘એવું લાગે છે કે આ દર્દીઓ રસી લાગુ કર્યા પછી તાવ અને અગવડતાની આડઅસરથી પીડાય છે, જેનાથી તેઓ ગંભીર રીતે બીમાર થયા હતા. બાદમાં તેનું મોત નીપજ્યું હતું.

આ સાથે, મેડિકલ ડિરેક્ટર સ્ટેઇનર મેડસેને ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા કેસો ભાગ્યે જ જોવા મળે છે અને હજારો દર્દીઓ કે જેઓને હાર્ટને લગતી બીમારી, ઉન્માદ અને અન્ય ઘણી ગંભીર બિમારીઓ હતી તેમને પણ રસી આપવામાં આવી છે. અને તેઓમાં  હમણાં આડઅસરના કોઈ ખાસ ચિન્હો જોવા મળ્યા નથી. આ કેસોથી ચિંતિત નથી. તેમણે કહ્યું, ‘અમને તેની ચિંતા નથી. તે સ્પષ્ટ છે કે કેટલાક બીમાર લોકો સિવાય આ રસીનું જોખમ ઓછું છે. ‘

એક પછી એક તપાસ કર્યા પછી જ રસી અપાય’

નોર્વેના નવ દર્દીઓ જેમની ગંભીર આડઅસર થઈ છે તેમાં એલર્જીક પ્રતિક્રિયાઓ, અતિશય અગવડતા અને વધુ તાવ શામેલ છે. આ સિવાય, 7 દર્દીઓમાં જેમાં ઓછી આડઅસરો જોવા મળી હતી, તે જગ્યાએ જ્યાં ઈંજેક્શન કરવામાં આવ્યું ત્યાં તીવ્ર પીડા હતી. આ પછી પણ, નોર્વેજીયન દવાઓની એજન્સીએ અધિકારીઓને કહ્યું છે કે રસી આપતા પહેલા લોકોને કાળજીપૂર્વક ઓળખવા. મેડસેને કહ્યું, “ડોકટરોએ રસીકરણ કરાવવા માટે તેમને સાવચેતીપૂર્વક ઓળખવી જોઈએ. જેઓ ગંભીર રીતે બીમાર છે અને અંતિમ શ્વાસની ગણતરી કરી રહ્યા છે, તેમને એક પછી એક તપાસ કર્યા પછી જ રસી અપાવવી જોઈએ. ‘

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…