Tripura/ કોંગ્રેસ અધ્યક્ષ પિયુષ કાંતિ બિસ્વાસ પર થયો હુમલો, હોસ્પિટલમાં કરાયા દાખલ

કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે આ હુમલો સત્તાધારી ભાજપ સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હતો અને નજીકમાં પોલીસ કર્મચારીઓ હોવા છતાં. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિસ્વાસ સુરક્ષા કર્મચારીઓની મદદથી ઘટના સ્થળેથી ભગવામાં સફળ રહ્યા હતા

Top Stories India
a 242 કોંગ્રેસ અધ્યક્ષ પિયુષ કાંતિ બિસ્વાસ પર થયો હુમલો, હોસ્પિટલમાં કરાયા દાખલ

ત્રિપુરાના પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પિયુષ કાંતિ બિસ્વાસ પર હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. તેમની ગાડીના કાચ ફોડવામાં આવ્યા છે. કોંગ્રેસે ભાજપના કાર્યકરો પર આ હુમલાનો આરોપ લગાવ્યો છે. પિયુષ કાંતિના વાહન પર હુમલો ત્રિપુરાના સિપાહિજલા જિલ્લાના બિસાલઘર વિસ્તારમાં થયો હતો. આ હુમલાનો વિરોધ કરવા કોંગ્રેસે સોમવારે 12 કલાકના રાજ્યવ્યાપી બંધની હાકલ કરી છે.

કોંગ્રેસ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે આ હુમલો સત્તાધારી ભાજપ સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હતો અને નજીકમાં પોલીસ કર્મચારીઓ હોવા છતાં. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિસ્વાસ સુરક્ષા કર્મચારીઓની મદદથી ઘટના સ્થળેથી ભગવામાં સફળ રહ્યા હતા અને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પ્રદીપ કિશોર દેબબર્મનના રાજીનામા બાદ ડિસેમ્બર 2019 થી બિસ્વાસને કોંગ્રેસના પ્રદેશ એકમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ હુમલો ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ બિસ્વાસની આગેવાની હેઠળના આંદોલનના બે દિવસ પછી થયો છે. બિસ્વાસે મહાત્મા ગાંધીની પ્રતિમાથી અગરતલામાં રાજભવન સુધી કોંગ્રેસની કૂચની આગેવાની લીધી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો