pitrupaksh/ પિતૃપક્ષમા શું કરવાથી સઘળા મનોરથ પૂરા થશે અને પિતૃના આર્શીવાદ મળે?

પિતૃ પક્ષના સમય દરમિયાન, તમામ પૂર્વજો પૃથ્વી પર રહે છે અને તેઓ તેમના બાળકો માટે શ્રાદ્ધ, તર્પણ અથવા પિંડ દાનની અપેક્ષા રાખે છે. આવી સ્થિતિમાં કેટલાક એવા કાર્યો છે જે દરેક વ્યક્તિએ પિતૃ પક્ષ દરમિયાન કરવા જોઈએ.

Dharma & Bhakti
V4 1 પિતૃપક્ષમા શું કરવાથી સઘળા મનોરથ પૂરા થશે અને પિતૃના આર્શીવાદ મળે?

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહ્યો છે. તેમજ 25 સપ્ટેમ્બરે શ્રાદ્ધપક્ષ પૂર્ણ થશે અને નવરાત્રીનો પ્રારંભ થશે. શ્રાદ્ધ પક્ષ પિતૃઓને યાદ કરવાનો દિવસ છે. જો પિતૃઓને યોગ્ય પદ્ધતિથી તર્પણ અર્પણ કરવામાં આવે, તેમનું સ્મરણ કરવામાં આવે, તેમની પૂજા કરવામાં આવે અને દાન કરવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમને આશીર્વાદ આપે છે. પિતૃ પક્ષના સમય દરમિયાન, તમામ પૂર્વજો પૃથ્વી પર રહે છે અને તેઓ તેમના બાળકો માટે શ્રાદ્ધ, તર્પણ અથવા પિંડ દાનની અપેક્ષા રાખે છે. આવી સ્થિતિમાં કેટલાક એવા કાર્યો છે જે દરેક વ્યક્તિએ પિતૃ પક્ષ દરમિયાન કરવા જોઈએ.

  • આ વખતે પિતૃપક્ષ ૧૦-સપ્ટેમ્બર થી ૨૫-ઓકટોબર-૨૦૨૨ સુધીનો છે.
  • પિતૃઓના આર્શીવાદથી ધારેલાં કાર્ય પૂર્ણ થાય છે.
  • પિતૃ તમારી ઉપર રાજી થાય તો તમને ખૂબ જ આગળ લઇ જાય છે ને જો દુઃખી હોય તો તમને ખૂબ જ પાછળ ધકેલી મૂકે છે.

પિતૃઓના આર્શીવાદ લેવા શ્રાધ્ધ પક્ષ દરમ્યાન આટલું અવશ્ય કરવું.

  • પીત્રાય નમ:’ મંત્ર બોલી દરરોજ પીપળે પાણી ચઢાવવું.
  • ગાયને ઘાસચારો ખવડાવવો અને સર્વ પિતૃઓને મળે એમ બોલવું.
  • શ્રાધ્ધ પક્ષ દરમ્યાન બને તેટલું ચા-પાણી ગરીબ લોકોને કરાવવું અને સર્વ પિતૃઓને મળે એમ બોલવું.
  • દરરોજ ગાય – કુતરા અને કાગડાને દૂધ – રોટલી કે ખીર ખવડાવવી.
  • દરોરજ કાગડાને ગાંઠિયા ખવડાવવા.
  • જે – તે દિવસે પિતૃનું શ્રાધ હોય તે દિવસે બ્રહ્મ ભોજન કરાવું અને યથાશક્તિ દાન પણ આપવું.
  • જો તમને તમારા પિતૃનું શ્રાધ ખબર ન હોય તો અમાસનો દિવસ એટલે કે ૧૦-ઓકટોબરને ‘સર્વ પિતૃ શ્રાધ ‘તરીકે ઓળખાય છે.
  • આ દિવસે બને એટલું પિતૃ પાછળ દાન – પુણ્ય કરવું અને બ્રાહ્મણોને જમાડવા અને યથાશક્તિ દાન આપવું..
  • દરરોજ પિતૃને પ્રકાશનું દાન કરવું. એટલે કે પારપાણી દિવી કરવી, તેલની વાટની અને સર્વ પિતૃને મળે એમ બોલવું.
  • આ પ્રમાણે કરવાથી પિતૃના આર્શીવાદ મળે છે અને જીવનમાં પ્રગતિ થાય છે.