Toranto News: કેનેડા (Canada) ડેલ્ટા એરલાઇન્સનું (Delta Airlines) વિમાન ટોરોન્ટોમાં લેન્ડિંગ (Landing) કરતી વખતે ક્રેશ થતાં 19 લોકો ઘાયલ થયા છે. વાસ્તવમાં, વિમાન લેન્ડિંગ થઈ રહ્યાંની સાથે જ બરફવાળી જમીનને કારણે પલટી ગયું હતું. આ ઘાયલોમાંથી એકની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય સાત લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. વિમાન દુર્ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે.
ALLEGED video of CCTV showing today´s crash in Canada. No official confirmation pic.twitter.com/kCSJFiFtLi
— Air Safety #OTD by Francisco Cunha (@OnDisasters) February 18, 2025
કેનેડાના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના જોવા મળી છે. ડેલ્ટા એરલાઇન્સનું એક વિમાન લેન્ડિંગ દરમિયાન ક્રેશ (Plane Crash) થયું. હકીકતમાં, વિમાન લેન્ડિંગ માટે નીચે આવતાની સાથે જ બરફવાળી જમીનને કારણે પલટી જતાં દુર્ઘટના સર્જાઈ છે.
Here pic.twitter.com/3tAwjYGuVZ
— Bir Acayip Adam (@Tr19192) February 17, 2025
આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. એરપોર્ટે X પર પુષ્ટિ કરી કે મિનિયાપોલિસથી આવતી ડેલ્ટા ફ્લાઇટ સાથે “ઘટના” બની હતી. આ ફ્લાઈટમાં 76 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો હતા.
આ પણ વાંચો:અલાસ્કામાં પ્લેન ક્રેશમાં 10ના મોત, બચાવ કામગીરી શરૂ
આ પણ વાંચો:ફિલ્મી ઢબે પ્લેન ક્રેશ! 17000 ફૂટની ઊંચાઈએ વિન્ડસ્ક્રીન તૂટી, 20 મિનિટ સુધી લટકતો રહ્યો પાયલોટ
આ પણ વાંચો:સાઉથના સુપરસ્ટાર થાલા અજીત 180 Kmph સ્પોર્ટ્સ કાર દુબઈમાં ક્રેશ વીડિયો વાયરલ