Not Set/ કોંગ્રેસ દ્વારા ફેકવામાં આવી રાજકીય કુંકરી, સરકારને ઘેરવાનો પ્લાન તૈયાર

કોંગ્રેસ દ્વારા આળસ મરડી ઉભા થવાનાં પ્રયાસોમાં કમર કસવામાં આવી રહી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. મહારાષ્ટ્ર અને હરિયાણા સહિતનાં રાજ્યોમાં પાછલા દિવસોમાં યોજવામાં આવેલી ચૂંટણી અને પેટાચૂંટણીનાં પરિણામોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યા હોય તેવું જણાઇ રહ્યું છે. આ રાજ્યોમાં થયેલી ચૂંટણી પછી કાલે જાહેર કરવામાં આવેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી મામલે પણ કોંગ્રેસ દ્રારા આક્રમકતા […]

Top Stories India
mop4hpp8 sonia gandhi કોંગ્રેસ દ્વારા ફેકવામાં આવી રાજકીય કુંકરી, સરકારને ઘેરવાનો પ્લાન તૈયાર

કોંગ્રેસ દ્વારા આળસ મરડી ઉભા થવાનાં પ્રયાસોમાં કમર કસવામાં આવી રહી હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે. મહારાષ્ટ્ર અને હરિયાણા સહિતનાં રાજ્યોમાં પાછલા દિવસોમાં યોજવામાં આવેલી ચૂંટણી અને પેટાચૂંટણીનાં પરિણામોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યા હોય તેવું જણાઇ રહ્યું છે. આ રાજ્યોમાં થયેલી ચૂંટણી પછી કાલે જાહેર કરવામાં આવેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી મામલે પણ કોંગ્રેસ દ્રારા આક્રમકતા દેખડવામાં આવી છે. તો આજે કોંગ્રેસની શિર્ષસ્ત નેતાગીરી દ્વારા આવી જ બીજી જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે  નવેમ્બરે માસમાં તમામ વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી છે. “આર્થિક મંદી, કૃષિ તકલીફ, બેરોજગારી અને સૂચિત પ્રાદેશિક વ્યાપક તેમજ આર્થિક ભાગીદારી કરાર” ના મુદ્દાઓ પર કેન્દ્ર સરકારને નિશાન બનાવતા અને કોંગ્રેસનાં 10 દિવસીય રાષ્ટ્રવ્યાપી આંદોલન પર ટેકો મેળવવા વિપક્ષી પાર્ટીઓની બેઠક કોંગ્રેસ દ્વારા બોલાવવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે, આગામી દિવસોમાં જ જ્યારે સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આ પહેલ રાજકીય દ્રષ્ટા દ્વારા કમબેકની જેમ જોવામાં આવી રહી છે. સંધ શક્તિ કલયુગેનાં સિદ્ધાંતને અનુસરી કોંગ્રેસ દ્રારા ખરા સમયે આ ચાલ ખેલવામાં આવી છે. અને જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાનું કોકડું ગુંચવાણું છે. ત્યારે તમામ સાથી પક્ષોને સાથે રાખી ચાલવાની કોંગ્રેસની કોશિશ ભવિષ્ચ માટે કારગત નિવડશે તેવું રાજકીય પંડિતો જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન