Not Set/ પ્લાસ્ટિકની પળોજણ : પ્લાસ્ટિક વેપારીઓ દ્વારા મૌન રેલીનું આયોજન

15  ઓગષ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારથી પ્લાસ્ટિક ઉધ્યોગ સાથે સંકળાયેલા વેપારીની મુશ્કેલીઓ વધી ગઈ છે. તે ઉપક્રમે આજે અમદાવાદ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશનના ઉપક્રમે મૌન રેલીનું આયોજન કર્યું હતું. વેપારીઓની માંગણી હતી કે, 51 માઈક્રોન થી વધુની પ્લાસ્ટિકબેગના ઉપયોગ […]

Top Stories Ahmedabad Gujarat
plastic bag પ્લાસ્ટિકની પળોજણ : પ્લાસ્ટિક વેપારીઓ દ્વારા મૌન રેલીનું આયોજન

15  ઓગષ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારથી પ્લાસ્ટિક ઉધ્યોગ સાથે સંકળાયેલા વેપારીની મુશ્કેલીઓ વધી ગઈ છે. તે ઉપક્રમે આજે અમદાવાદ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશનના ઉપક્રમે મૌન રેલીનું આયોજન કર્યું હતું. વેપારીઓની માંગણી હતી કે, 51 માઈક્રોન થી વધુની પ્લાસ્ટિકબેગના ઉપયોગ પરના પ્રતિબંધનો દૂર કરવામાં આવે. અને તે અંગે  મૌન રેલી કાઢવામાં આવી હતી.

plastic પ્લાસ્ટિકની પળોજણ : પ્લાસ્ટિક વેપારીઓ દ્વારા મૌન રેલીનું આયોજન

વ્યાપારીઓએ 51 માઈક્રોનથી વધુની પ્લાસ્ટિક વાપરવા દેવા અંગે કેન્દ્રીય પર્યાવરણ નિયંત્રણ વિભાગની પણ મંજુરી હોવાની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને કરી હતી.

આ મુદ્દે તેમણે મૌન રેલી બાદ કમિશનરને આવેદનપત્ર આપ્યુ હતુ. રજૂઆતના પ્રત્યુત્તરમાં મ્યુનિસિપલ કમિશનરે વ્યાપારીઓને 51 માઈક્રોનથી વધુની હેન્ડલ વગરની પ્લાસ્ટિક બેગ વાપરવા  પરવાનગી આપી હોવાનું પ્લાસ્ટિક ના વેપારીઓને જણાવ્યુ હતું. જોકે,  આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનરે મિડીયા સમક્ષ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.