Political/ ટેલિકોમ સેક્ટર માટે PLI ને મળી કેબિનેટની મંજૂરી

કેન્દ્રીય પ્રધાન, રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોરોના દરમિયાન પણ, ભારત અને વિશ્વની ઘણી કંપનીઓએ 10 લાખ કરોડ રૂપિયાનાં મોબાઇલ ફોન બનાવવાનો દાવો કર્યો.

India
PICTURE 4 236 ટેલિકોમ સેક્ટર માટે PLI ને મળી કેબિનેટની મંજૂરી

કેન્દ્રીય પ્રધાન, રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોરોના દરમિયાન પણ, ભારત અને વિશ્વની ઘણી કંપનીઓએ 10 લાખ કરોડ રૂપિયાનાં મોબાઇલ ફોન બનાવવાનો દાવો કર્યો. 7 લાખ કરોડની નિકાસની જોગવાઈ રાખવામાં આવી અને આશરે 8 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની વાત કહી.

આજે 34 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થઇ ચુક્યું છે. વિશ્વની ટોચની મોટી કંપનીઓ ભારતમાં મોબાઈલ બનાવી રહી છે અને નિકાસ કરી રહી છે. આજે કેબિનેટે ટેલિકોમ ક્ષેત્ર માટે પી.એલ.આઇ. ને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, PM એ કેબિનેટનાં માધ્યમથી જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ 2015 માં સુધારણાનાં પ્રસ્તાવને સ્વીકાર કર્યો છે. જેજે એક્ટ લાગુ કરવા માટે જવાબદાર એજન્સીનાં કામ પર નજર રાખવા માટે દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને અધિકાર આપવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, પ્રથમ વખત એક વ્યાપક આર્થિક સહયોગ અને ભાગીદારી કરાર મોરેશિયસની સાથે બન્યો છે. તેમા 110 આઇટમ્સ ભારત મોરિશિયસ મોકલશે અને 615 વસ્તુઓ મોરિશિયસથી ભારત આવશે. આનાથી બંને દેશોની વચ્ચે ટ્રેડ વધશે.

Political / પુડ્ડુચેરીમાં માછીમારોને લઇને રાહુલ ગાંધી આ શું બોલી ગયા? જાણો

Political / હજુ ખતમ નથી થયો કોરોના, સરકાર ઘોર બેદરકારી દાખવી રહી છે: રાહુલ ગાંધી

toolkit case / ગ્રેટા ટૂલકીટ કેસમાં નિકિતા જેકબને કોર્ટથી રાહત, ત્રણ અઠવાડિયા સુધી અટકાયત અટકી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ