Not Set/ PM મોદીએ વિશ્વની સૌથી લાંબી ‘અટલ ટનલ’નું કર્યું ઉદઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હિમાચલ પ્રદેશના મનાલીમાં વિશ્વની સૌથી લાંબી ટનલ ‘અટલ ટનલ’નું ઉદઘાટન કર્યું છે. 9.02 કિલોમીટર લાંબી આ ટનલ હવામાનના કોઈ વિક્ષેપ વિના આખા વર્ષ દરમિયાન મનાલીને લાહૌલ સ્પીતી સાથે જોડશે. આ ટનલ દ્વારા મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઘટાડવામાં આવશે અને લગભગ 4 થી 5 કલાક પણ બચશે. હિમાલયની […]

Uncategorized
d76d0e35e21ea7d145846a126a7f1e9a 1 PM મોદીએ વિશ્વની સૌથી લાંબી 'અટલ ટનલ'નું કર્યું ઉદઘાટન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હિમાચલ પ્રદેશના મનાલીમાં વિશ્વની સૌથી લાંબી ટનલ ‘અટલ ટનલ’નું ઉદઘાટન કર્યું છે. 9.02 કિલોમીટર લાંબી આ ટનલ હવામાનના કોઈ વિક્ષેપ વિના આખા વર્ષ દરમિયાન મનાલીને લાહૌલ સ્પીતી સાથે જોડશે. આ ટનલ દ્વારા મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર ઘટાડવામાં આવશે અને લગભગ 4 થી 5 કલાક પણ બચશે. હિમાલયની પીર પંજાલમાં સમુદ્રની સપાટીથી આશરે 3000 મીટરની ઉંચાઈએ અલ્ટ્રા-આધુનિક સુવિધાઓ સાથે આ ટનલ બનાવવામાં આવી છે.

અધિકારીઓએ જણાવ્યુ કે, લાહૌલ સ્પીતિના સીસૂમાં ઉદઘાટન સમારોહ બાદ મોદી સોલાંગ ઘાટીમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓએ જણાવ્યું કે, પ્રધાનમંત્રીની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા.

આ ટનલ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (Border Roads Organization) દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. પીએમ મોદી ખાસ વિમાન દ્વારા ચંદીગઢ પહોંચી ગયા છે. આ પછી, તેઓ રોહતાંગ જશે. પીએમ મોદી સવારે 9.10 વાગ્યે એમઆઈ17 હેલિકોપ્ટરથી મનાલીના હેલિપેડ (Helipad of Manali) પહોંચશે. ત્યાર બાદ વડાપ્રધાન માર્ગ દ્વારા સાસે ગેસ્ટહાઉસ જશે. સાઉથ પોર્ટલ સવારે 9: 35 વાગ્યે ઉપડશે અને ઉદઘાટન સમારોહ સવારે 10 થી 11:45 વાગ્યા સુધી ચાલશે. આ પછી, 11:50 વાગ્યે, વડાપ્રધાન ટનલથી થઈને નોર્થ પોર્ટલ (North Portal) પહોંચશે. બપોરે 12 થી 12: 45 સુધી સિસ્સુમાં જાહેર સભા કરશે, જ્યારે ટનલ દ્વારા 12:50 વાગ્યે પાછા સોંગલનાલા આવશે અને ભાજપના નેતાઓને સંબોધિત કરશે.

આ ટનલનું સ્વપ્ન અટલ બિહારી વાજપાઈ (Atal Bihari Vajpayee)એ જોયું હતુ અને તેનું આજે પીએમ મોદી ઉદઘાટન કરવા જઈ રહ્યા છે. તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ રોહતાંગ (Rohtang) પાસે એખ ટનલનું નિર્માણ ઇચ્છતા હતા જે બાદ 3 જૂન 2000માં આ ટનલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. રોહતાંગમાં સ્થિત 9.02 કિમી લાંબી ટનલ મનાલીને લાહૌલ સ્પીતી સાથે જોડે છે. આ ટનલને લીધે, મનાલી અને લાહૌલ સ્પીતી વેલી આખા વર્ષ દરમિયાન એકબીજા સાથે જોડાયેલા રહી શકશે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.