Not Set/ PM મોદીની ચીનને સ્પષ્ટ ચેતવણી : ભારતની ત્રણેય સેનાઓને ખુલ્લી છુટ

લાદાખ નજીક ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસાત્મક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ તણાવને ધ્યાનમાં રાખતા વડાપ્રધાને તમામ રાષ્ટ્રીય પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને જાણકારી આપી હતી. પીએમ મોદીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ભારતની એક પણ ઈંચ ચીનના […]

Uncategorized
4cea563d4eb74ec8a293ab4dccad2e78 1 PM મોદીની ચીનને સ્પષ્ટ ચેતવણી : ભારતની ત્રણેય સેનાઓને ખુલ્લી છુટ

લાદાખ નજીક ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસાત્મક અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ તણાવને ધ્યાનમાં રાખતા વડાપ્રધાને તમામ રાષ્ટ્રીય પક્ષોની સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને જાણકારી આપી હતી. પીએમ મોદીએ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, ભારતની એક પણ ઈંચ ચીનના કબજામાં નથી અને ના તો કોઈએ ભારતીય સીમા પર કબજો જમાવ્યો છે કે ના તો આપણી એક પણ પોસ્ટ ચીનના કબજામાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, સરહદે કરવામાં આવતા બાંધકામને યથાતર રાખવામાં આવશે. ભારતની ત્રણેય સેના દેશના સીમાડાની રક્ષા કરવા માટે સક્ષમ છે. સેનાને પોતાની રીતે નિર્ણય લેવાની ખુલી છુટ આપવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠકમાં હાજર તમામ રાજકીય પક્ષો અને નેતાગણોના ધન્યવાદ કર્યા હતાં. ચીન સાથેના તણાવને ધ્યાનમાં રાખી વડાપ્રધાને આજે 19મી જૂને દેશની તમામ વિરોધી પાર્ટીઓની સર્વપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં 20 પાર્ટીઓ હાજર રહી હતી. બેઠક લગભગ 3 કલાક ચાલી હતી. બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને આકરો સંદેશ આપ્યો હતો. ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણમાં શહિદ થયેલા 20 જવાનો અને તેમના પરિજનોને નમન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, જેમણે ભારત માતાની સામે આંખ ઉઠાવીને જોયું હતું તેમને તેઓ બરાબરનો સબક સીખવાડીને ગયા. દેશ હંમેશા તેમને પોતાના સ્મરણોમાં રાખશે.

વડાપ્રધાને ચીનને આકરો સંદેશ આપતા કહ્યું હતું કે, દુનિયાનો કોઈ પણ દેશ ભારત સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત નહીં કરે. ભારતનું સૈન્ય, જુદ્દા જુદા સેક્ટરમા, એકસાથે મૂવ કરવામાં સક્ષમ છે. ભારતે વીતેલા વર્ષોમાં પોતાની સરહદોને સુરક્ષીત કરવા માટે, બોર્ડર એરિયામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેંટને પ્રાથમિક્તા આપી છે. અમારી સેનાઓની જરૂરિયાતતો, જેવા કે યુદ્ધ વિમાન, આધુનિક હેલિકોપ્ટર, મિસાઈલ ડિફેંસ સિસ્ટમ વગેરે પર પણ ભાર આપવામાં આવ્યો છે. નવા તૈયાર કરવામાં આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે ખાસ કરીને એલએસીમાં હવે આપણી પેટ્રોલિંગ ક્ષમતા વધી છે. પીએમના જણાવ્યા પ્રમાણે પેટ્રોલિંગ વધવાના કારણે હવે સતર્કતા વધી છે અને એલએસી પર થઈ રહેલી ગતિવિધિઓ વિષે તુરંત જાણકારી મળે છે. જે ક્ષેત્રોમાં પહેલા ખાસ નજર નહોતી રાખવામાં આવતી ત્યાં આજે આપણા જવાનો સારી રીતે મોનિટર કરી શકે છે, સિસ્પોંડ કરી શકે છે. અત્યાર સુધી જેમને કોઈ પુછતું નહોતુ, કોઈ રોકતુ કે ટોકતું નહોતું, પરંતુ હવે આજે આપણા જવાનો તેમને ડગલે ને પગલે રોકે છે જેથી તણાવ વધે છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતની એક પણ ઈંચ જમીન કોઈએ પચાવી નથી અને ના તો ભારતીય ભૂમિ પર હાલ કોઈની ઘુષણખોરી છે. સૈન્યને પોતાની રીતે નિર્ણય લેવાની ખુલી છુટ આપવામાં આવી છે. ભારતીય સેના સરહદના સીમાડાની રક્ષા કરવા સમક્ષ છે. ભારતની સેનાઓ શક્તિશાળી છે તેમ પણ વડાપ્રધાને જણાવ્યું હતું. સર્વપક્ષીય બેઠક બાદ દેશને સંબોધતા પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે, ડેવલપમેંટ હોય, એક્શન હોય, કાઉંટર એક્શન હોય, જળ-નભ-થળમાં આપણી સેનાઓ દેશની રક્ષા કરવા માટે સક્ષમ છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews