Not Set/ PM મોદીનો મોડાસામાં હુંકાર, ગુજરાત મોડેલની આખા દેશમાં ચર્ચા

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે…ત્યારે તેઓ મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા…જયાં ભાજપના કાર્યકરો સહિત જનતા દ્વારા પીએમ મોદીનું કચ્છીભરતના વર્કવાળી બંડી સાથે શાહી પાધડી પહેરાવી સ્વાગત કરવામા આવ્યું…તો બીજી તરફ જનતા દ્વારા પણ સભાસ્થળ પર મોદી મોદીના નારા લગાવવામા આવ્યા હતા…જો કે જનતાનો ઉત્સાહ જોઈ મોદીએ પણ લોકોનું ઉત્સાહભેર અભિવાદન ઝીલ્યું છે….મહત્વનું છે […]

Uncategorized

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે…ત્યારે તેઓ મોડાસા ખાતે આવી પહોંચ્યા હતા…જયાં ભાજપના કાર્યકરો સહિત જનતા દ્વારા પીએમ મોદીનું કચ્છીભરતના વર્કવાળી બંડી સાથે શાહી પાધડી પહેરાવી સ્વાગત કરવામા આવ્યું…તો બીજી તરફ જનતા દ્વારા પણ સભાસ્થળ પર મોદી મોદીના નારા લગાવવામા આવ્યા હતા…જો કે જનતાનો ઉત્સાહ જોઈ મોદીએ પણ લોકોનું ઉત્સાહભેર અભિવાદન ઝીલ્યું છે….મહત્વનું છે કે મોડાસા ખાતે વાત્રક, માઝુમ અને મેશ્વો ડેમ ખાતે પાણી પુરવઠા યોજનાનું પીએમના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યું છે… .. જો કે કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાનાનું ખાતમુર્હત થતા 600થી વધુ ગામોની પીવાના પાણીની સમસ્યા હલ થશે…જો કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ-મુખ્યમંત્રી નિતિન પટેલ, પ્રદેશમંત્રી મંડળના સભ્યો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા છે…