Not Set/ PM મોદી આવતી કાલે સવારે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, લોકડાઉન પર લઇ શકે છે મોટો નિર્ણય

દેશમાં કોરોનાનો સંકટ દિવસો જતા વધી રહ્યો છે. ત્યારે હવે લોકડાઉનને આગળ વધારવુ કે નહી અને જો વધારવુ તો કેટલા દિવસો સુધી વધારવુ આવા ઘણા સવાલોનો જવાબ દેશવાસીઓને આવતી કાલે એટલે કે મંગળવારે સવારે 10 વાગ્યે મળી શકે તેવી પૂરી સંભાવનાઓ છે. આપને જણાવી દઇએ કે, આવતી કાલે મંગળવારે લોકડાઉનનો અંતિમ દિવસ છે. જે દેશવાસીઓ છેલ્લા […]

India

દેશમાં કોરોનાનો સંકટ દિવસો જતા વધી રહ્યો છે. ત્યારે હવે લોકડાઉનને આગળ વધારવુ કે નહી અને જો વધારવુ તો કેટલા દિવસો સુધી વધારવુ આવા ઘણા સવાલોનો જવાબ દેશવાસીઓને આવતી કાલે એટલે કે મંગળવારે સવારે 10 વાગ્યે મળી શકે તેવી પૂરી સંભાવનાઓ છે. આપને જણાવી દઇએ કે, આવતી કાલે મંગળવારે લોકડાઉનનો અંતિમ દિવસ છે. જે દેશવાસીઓ છેલ્લા 21 દિવસથી ઘરોમાં બેસી રહ્યા છે તેઓ એક સાથે બહાર ખુલ્લામાં ફરતા જોવા મળશે, જે સંકટને સામેથી આવકારવા બરાબર બની શકે છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10 વાગ્યે ફરી એક વખત દેશને સંબોધન કરવા જઇ રહ્યા છે. દેશમાં કોરોના રોગચાળાને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનનો આવતીકાલે અંતિમ દિવસ છે. એવું માનવામાં આવે છે કે આવી સ્થિતિમાં, તેઓ તેને 2 અઠવાડિયા આગળ વધારવાની જાહેરાત કરી શકે છે. લોકડાઉન કેટલું વધશે, બીજા તબક્કામાં કોને મુક્તિ મળશે, તે તેની જાહેરાત પણ કરી શકે છે. 

તાજેતરમાં લોકડાઉન દેશમાં છે તેમ છતા કોરોનાનાં કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે જો આ લોકડાઉન હટાવવામાં આવે ત્યારે શું સ્થિતિ બની શકે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનાં કેસની સંખ્યા 9,152 પર પહોંચી ગઈ છે. કોરોનાથી અત્યાર સુધીમાં 308 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 857 દર્દીઓ સ્વસ્થ થયા પછી તેમના ઘરે પહોંચી ગયા છે. રવિવારે મુંબઇમાં 152 કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે 24 કલાકમાં 16 લોકોનાં મોત થયાં હતાં. વળી દિલ્હીમાં 24 કલાકમાં 85 નવા કેસ નોંધાયા હતા અને 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.