Not Set/ PM મોદી પર કપિલ સિબ્બલનો કટાક્ષ – સમગ્ર દેશ જવાનોની સાથે છે, પણ આપની નીતિઓ…

  સોમવારે સંસદમાં ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા કોંગ્રેસનાં નેતા કપિલ સિબ્બલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સંબોધન પર નિશાન સાધ્યું હતુ. જણાવી દઇએ કે, સત્રની શરૂઆત પહેલા સંસદ પહોંચ્યા પછી, પીએમ મોદીએ હંમેશની જેમ તેમનો પરંપરાગત સંબોધન આપ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે તેમને આશા છે કે સાંસદો એક થઈને સંદેશ આપશે કે સમગ્ર દેશ […]

Uncategorized
c2c40ffce24dbb4fe79b3bd1c6cfc19f 1 PM મોદી પર કપિલ સિબ્બલનો કટાક્ષ - સમગ્ર દેશ જવાનોની સાથે છે, પણ આપની નીતિઓ...
 

સોમવારે સંસદમાં ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા કોંગ્રેસનાં નેતા કપિલ સિબ્બલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં સંબોધન પર નિશાન સાધ્યું હતુ. જણાવી દઇએ કે, સત્રની શરૂઆત પહેલા સંસદ પહોંચ્યા પછી, પીએમ મોદીએ હંમેશની જેમ તેમનો પરંપરાગત સંબોધન આપ્યું, જેમાં તેમણે કહ્યું હતું કે તેમને આશા છે કે સાંસદો એક થઈને સંદેશ આપશે કે સમગ્ર દેશ જવાનોની સાથે ઉભો છે.

આ અંગે કપિલ સિબ્બલે ટ્વિટર પર લખ્યું કે, પીએમ કહે છે: આશા છે કે સંસદ એક સાથે સંદેશ આપશે કે દેશ જવાનોની સાથે ઉભો છે. જવાબ: દેશનો દરેક નાગરિક સૈનિકો સાથે ઉભો છે. અમે તેમને સલામ કરીએ છીએ. પરંતુ વડા પ્રધાનની નીતિઓ અને નિર્ણયો પાછળ? મને શંકા છે.

આપને જણાવી દઇએ કે, કોવિડ-19 વચ્ચે શરૂ થતા ચોમાસા સત્ર પહેલા તેમના સંદેશમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે જ્યારે આપણા સૈન્યનાં બહાદુર જવાનો ખૂબ હિંમત, ભાવના અને ઉમદા આત્મવિશ્વાસથી સરહદ પર તૈનાત છે. જે આત્મવિશ્વાસ સાથે કે તેઓ ઉભા છે, સંસદનાં બધા સભ્યો એક ભાવથી, એક સંકલ્પથી તે સંદેશ આપશે કે સેનાનાં જવાનોની પાછળ દેશ ઉભો છે. આ મજબૂત સંદેશ પણ આ સદન આપશે, દરેક માનનીય સભ્યોનાં માધ્યમથી આપશે. આવો મારો વિશ્વાસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.