Not Set/ પીએમ મોદીએ રશિયામાં કર્યુ એલાન, જલ્દી જ વ્લાદિવોસ્તોક અને ચેન્ન્ઈ વચ્ચે દોડશે શીપ

પીએમ મોદીએ ગુરુવારે ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં કહ્યુ કે, આજે ભારતમાં 130 કરોડ લોકોએ મારા પર ભરોસો કર્યો છે, જે માટે ધન્યવાદ. મોદીએ કહ્યુ કે, રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ કાર્યક્રમ માટે મને ભારતમાં ચૂંટણી પહેલા જ નિમંત્રણ આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે, મને રાષ્ટ્રપતિ પુતિનની સાથે રશિયાની પ્રતિભા જાણવાની તક મળી, જેણે મને ઘણો પ્રભાવિત […]

Top Stories World
eef પીએમ મોદીએ રશિયામાં કર્યુ એલાન, જલ્દી જ વ્લાદિવોસ્તોક અને ચેન્ન્ઈ વચ્ચે દોડશે શીપ

પીએમ મોદીએ ગુરુવારે ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં કહ્યુ કે, આજે ભારતમાં 130 કરોડ લોકોએ મારા પર ભરોસો કર્યો છે, જે માટે ધન્યવાદ. મોદીએ કહ્યુ કે, રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ કાર્યક્રમ માટે મને ભારતમાં ચૂંટણી પહેલા જ નિમંત્રણ આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે, મને રાષ્ટ્રપતિ પુતિનની સાથે રશિયાની પ્રતિભા જાણવાની તક મળી, જેણે મને ઘણો પ્રભાવિત કર્યો છે. ભારત અને પૂર્વી ભાગનો સંબંધ ઘણો જૂનો છે. દરમિયાન તેમણે કહ્યુ કે, જલ્દી જ વ્લાદિવોસ્તોક અને ચેન્નઈ વચ્ચે શીપ દોડતુ જોવા મળશે.

Modi in Russia પીએમ મોદીએ રશિયામાં કર્યુ એલાન, જલ્દી જ વ્લાદિવોસ્તોક અને ચેન્ન્ઈ વચ્ચે દોડશે શીપ

પીએમ મોદીએ કહ્યુ કે, સોવિયત રશિયાનાં સમયથી વ્લાદિવસ્તોક મારફતે ઘણો સામાન ભારત પહોચતો હતો. આજે  તેની ભાગીદારી વધી ગઇ છે. આ બંન્ને દેશોની સુખ-સમૃદ્ધિનો સહારો બની રહ્યો છે. તેમણે કહ્યુ કે, ભારતમાં પણ અમે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનાં મંત્રની સાથે એક નવા ભારતનું નિર્માણમાં કાર્યરત છીએ. પીએમ મોદીએ કહ્યુ કે, અમે 2024 સુધી ભારતને 5 ટ્રિલિયલ ઇકોનોમી બનાવવાની યોજનામાં પણ કાર્યરત થઇ ગયા છે.

Image result for eastern economic forum

પીએમ મોદીએ રશિયાનાં આ પૂર્વી ભાગનાં દરેક 11 ગવર્નરોને ભારત આવવાનું નિમંત્રણ આપ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે, આજે ભારત-રશિયાનાં સંબંધ ઐતિહાસિક સ્તરે પહોચી ગયા છે. તેમણે કહ્યુ કે, ભારત અને રશિયા મળીને સ્પેસની દૂરીને પણ શિખર કરશે અને દરિયાનાં ઉંડાણને પણ માપશે. તેમણે સાથે કહ્યુ કે, વ્લાદિવોસ્તોક અને ચેન્નઈ વચ્ચે જલ્દી જ શીપ દોડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.