Not Set/ PM મોદીએ મંત્રીઓને કરી અપીલ, અયોધ્યા મુદ્દે બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળે

અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીમાં તેમના મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર પીએમ મોદીએ મંત્રીઓને આ મુદ્દે બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળવાનું અને દેશમાં સુમેળ જાળવવા જણાવ્યું છે. કોર્ટનાં નિર્ણય પહેલા દેશમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અયોધ્યા મુદ્દે […]

Top Stories India
PM Modi PM મોદીએ મંત્રીઓને કરી અપીલ, અયોધ્યા મુદ્દે બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળે

અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનાં ચુકાદા પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીમાં તેમના મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. સુત્રોનાં જણાવ્યા અનુસાર પીએમ મોદીએ મંત્રીઓને આ મુદ્દે બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળવાનું અને દેશમાં સુમેળ જાળવવા જણાવ્યું છે. કોર્ટનાં નિર્ણય પહેલા દેશમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ટૂંક સમયમાં અપેક્ષિત છે.

સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, મંત્રીઓ સાથેની બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સલાહ આપી છે. વડા પ્રધાને નિર્ણય પછી તમામ મંત્રીઓને સુમેળનું વાતાવરણ જાળવવામાં મદદ કરવા અને કોર્ટનાં નિર્ણયનો આદર કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ 17 નવેમ્બરનાં રોજ નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે તેઓ તે પહેલાં અયોધ્યા અંગે નિર્ણય આપી શકે છે.

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનાં નિર્ણય પહેલા કેન્દ્ર સરકારે પક્ષનાં તમામ સાંસદો અને મંત્રીઓને પોતપોતાના મતક્ષેત્રોમાં રહેવા જણાવ્યું છે. આ સાથે, નિર્ણય બાદ થોડા દિવસો સુધી શાંતિ વ્યવસ્થા બનાવવા અપીલ કરી છે. અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયનો સમય જેમ-જેમ નજીક આવી રહ્યો છે તેમ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની એજન્સીઓ પણ એલર્ટ થઈ રહી છે.

27 ઓક્ટોબરનાં રોજ તેમના “મન કી બાત” રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, 2010 માં અલ્હાબાદ હાઈકોર્ટનાં નિર્ણય પહેલાં, જ્યારે સમાજમાં અણબનાવ પેદા કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, ત્યારે રાજકીય પક્ષો અને સમાજનાં અન્ય લોકોએ કેવી રીતે એકતા જાળવવા માટે પરિપક્વ ભૂમિકા ભજવી. તેમણે કહ્યું કે સંયુક્ત અવાજથી દેશને કેવી રીતે મજબુત કરી શકાય તેનું આ એક ઉદાહરણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.