Presidential Election Result/ દ્રૌપદી મુર્મુ બન્યા રાષ્ટ્રપતિ, પીએમ મોદીએ ઘરે જઇને પાઠવ્યા અભિનંદન

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ મોટી જીત મેળવી છે, આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને જીત પર અભિનંદન પાઠવ્યા

Top Stories India
1 2 12 દ્રૌપદી મુર્મુ બન્યા રાષ્ટ્રપતિ, પીએમ મોદીએ ઘરે જઇને પાઠવ્યા અભિનંદન

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ મોટી જીત મેળવી છે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને જીત પર અભિનંદન પાઠવ્યા. આ દરમિયાન બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા.

વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મુર્મુનો મુકાબલો વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહા સામે હતો. મતગણતરીનાં પ્રારંભિક તબક્કામાં મુર્મુએ લીડ મેળવી હતી. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના રાજ્ય એકમોએ જીત બાદ ઉજવણીની તૈયારીઓ કરી લીધી છે.

આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગામોમાં ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી હતી પાર્ટીએ આદિવાસી બહુલ ગામો અને જિલ્લાઓમાં ઉજવણીની તૈયારીઓ કરી છે. આ ચૂંટણી જીતીને મુર્મુ આદિવાસી સમુદાયમાંથી દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પહોંચનારી પ્રથમ મહિલા બની ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે 25 જુલાઈએ નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પાર્ટીના નેતાઓ અને સીએમ સાથે બેઠક કરશે.