Not Set/ PM મોદીએ 95 મિનિટનાં ભાષણમાં પાકિસ્તાનનું નામ પણ ન લીધુ, ઈમરાનની સ્પીચમાં હતા માત્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 73 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન, વડા પ્રધાને લગભગ દરેક મુદ્દે દેશ સમક્ષ સરકારનો રોડમેપ રાખ્યો હતો. વડા પ્રધાનનાં આ ભાષણની વિશેષતા એ રહી કે તેમણે પોતાના સંબોધનમાં એકવાર પણ પાકિસ્તાનનું નામ લેવાનુ જરૂરી માન્યું ન હતુ. આ સમય દરમિયાન વડા પ્રધાને બાંગ્લાદેશ, શ્રીલંકા અને […]

India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 73 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન, વડા પ્રધાને લગભગ દરેક મુદ્દે દેશ સમક્ષ સરકારનો રોડમેપ રાખ્યો હતો. વડા પ્રધાનનાં આ ભાષણની વિશેષતા એ રહી કે તેમણે પોતાના સંબોધનમાં એકવાર પણ પાકિસ્તાનનું નામ લેવાનુ જરૂરી માન્યું ન હતુ. આ સમય દરમિયાન વડા પ્રધાને બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનનું નામ લીધું અને કહ્યું કે આ દેશો કેવી રીતે આતંકનો ભોગ બની રહ્યા છે.

ઇમરાનનાં ભાષણમાં હતા ફક્ત મોદી અને ભારત

અગાઉ, જ્યારે પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે એટલે કે 14 ઓગષ્ટનાં રોજ પાકિસ્તાનનાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે 36 મિનિટનું ભાષણ આપ્યું હતું, ત્યારે તે ફક્ત પાકિસ્તાન પર જ નહીં, પરંતુ વડા પ્રધાન મોદી અને ભારત પર કેન્દ્રિત હતું. કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ ઈમરાન ખાનનાં દિલ-દિમાગમાં કેટલી હદ સુધી ભારત અને મોદી હાવી છે તે તેમના ભાષણમાં જોવા મળ્યુ હતુ.

ઈમરાને પોતાના 36 મિનિટનાં ભાષણમાં લગભગ 15 વખત પીએમ નરેન્દ્ર મોદી, 26 વખત કાશ્મીર અને 25 વખત ભારતનો ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય તેમણે આરએસએસ, ભાજપનો પણ અનેક વખત ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીનાં ભાષણ પર પણ ભારત જ છવાયેલુ રહ્યુ હતુ.

નામ લીધા વિના પાકિસ્તાન પર હુમલો

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, આતંક ફેલાવનારાઓ સામે ભારત કડક કાર્યવાહી કરી રહ્યું છે અને અમે આતંકને રાખનારાઓને વિશ્વ સમક્ષ ખુલ્લા કરીશું. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 ની ઘણી જોગવાઈઓને હટાવવાના નિર્ણય પર પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘અમે સમસ્યાઓ ટાળતા નથી, ન તો તેને પાળીએ છીએ.’ 73 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાથી દેશને સંબોધન કરતાં તેમણે કહ્યું, આપણે સમસ્યાઓને ટાળતા નથી અને પાળતા પણ નથી. હવે ન ટાળવાનો સમય છે અને ન પાળવાનો સમય છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.